મૂલ્યાંકનના અભાવે હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં

145 યુનિવર્સિટીના સ્ટાફે મૂલ્યાંકનનો ઇનકાર કરતાં ડિગ્રી સર્ટિ આપવાનો નનૈયો

Tuesday 01st August 2023 12:21 EDT
 
 

લંડનઃ યુકેની 145 યુનિવર્સિટીમાં પ્રોફેસરોએ એપ્રિલ મહિનાથી વિદ્યાર્થીઓના એસાઇનમેન્ટ સહિતના કાર્યોનું મૂલ્યાંકન કરવાનો ઇનકાર કરી દેતાં ભારતીય સહિતના હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઇ ગયાં છે. એસાઇનમેન્ટ સહિતના મૂલ્યાંકન સ્થગિત થઇ જતાં યુનિવર્સિટીઓ દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટના સ્થાને માફી પત્ર આપવામાં આવી રહ્યો છે. માફી પત્રમાં જણાવવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓ દ્વારા કરાયેલા બહિષ્કારના કારણે 100 કરતાં વધુ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં માર્કિંગ અને એસેસમેન્ટનું કામ થયું નથી. એસાઇનમેન્ટના ગ્રેડ અપાયા ન હોવાના કારણે તેમને ડિગ્રી સર્ટિફિકેટ આપી શકાય તેમ નથી. ડિગ્રી સર્ટિ વિના વિદ્યાર્થીઓ યુકેમાં રહેવા માટે ગ્રેજ્યુએટ વિઝા માટે પણ અરજી કરી શક્તાં નથી. વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિ વિના જોબ ઓફર લઇ શક્તાં નથી કે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીમાં પણ જોડાઇ શક્તાં નથી. જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના વિઝા પૂરા થવા આવ્યા છે તેમને સ્વદેશ પાછા ફરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

યુકેની હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પરિણામ આવ્યા નથી તેઓ તેમના સ્પોન્સર પાસેથી કન્ફર્મેશન લેટર મેળવી શકે છે અથવા તો તેમના દેશમાં પરત જઇને ફરીવાર સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter