મોક્ષા રોયને બ્રિટિશ વડાપ્રધાનનો પોઇન્ટ્સ ઓફ લાઇટ એવોર્ડ એનાયત

7 વર્ષની મોક્ષા વિવિધ માનવીય અભિયાનોમાં સક્રિય સેવાઓ આપે છે

Tuesday 25th July 2023 11:58 EDT
 
 

લંડનઃ ભારતીય મૂળની 7 વર્ષની મોક્ષા રોયને વિવિધ અભિયાનોમાં સ્વૈચ્છિક સેવાઓ આપવા માટે યુકેના વડાપ્રધાનનો પોઇન્ટ્સ ઓફ લાઇટ એવોર્ડ એનાયત કરાયો છે. મોક્ષાએ સંયુક્ત રાષ્ટ્રના માઇક્રોપ્લાસ્ટિકથી ફેલાતા પ્રદૂષણ સામેના અભિયાનથી પોતાની સેવાઓનો પ્રારંભ કર્યો હતો. ગયા સપ્તાહમાં મોક્ષા રોયને બ્રિટનના ડેપ્યુટી ઓલિવર ડાઉડેનના હસ્તે આ સન્માન અપાયું હતું. મોક્ષાએ જરૂરીયાતમંદ બાળકો માટે ભંડોળ એકઠું કરવા સહિતના સંખ્યાબંધ અભિયાનોમાં સેવાઓ આપી છે.

આ પ્રસંગે ડાઉડેને જણાવ્યું હતું કે, મોક્ષાએ તેના કાર્યો દ્વારા ઉમદા ઉદાહરણ સ્થાપિત કર્યું છે. તેણે આ અભિયાનો તેની શાળામાં અમલી બનાવ્યા અને આ મુદ્દાઓ પર જાગૃતિ માટે વિશ્વભરના નેતાઓ સાથે વાત પણ કરી છે. આજે તેની શાળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાતો નથી. જે તેની સુદ્રઢ માન્યતાઓને દર્શાવે છે. મોક્ષામાં તેની આસપાસના લોકોમાં બદલાવ લાવવાની ક્ષમતા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter