યુકે સ્થિત ભારતીય રાજદ્વારીઓને મર્યાદિત ડિપ્લોમેટિક ઇમ્યુનિટી વેઇવર

સાક્ષીઓ અને ફરિયાદીઓને વેઇવર આપવા લંડન પોલીસે અપીલ કરી હતી

Tuesday 25th July 2023 11:54 EDT
 
 

લંડનઃ માર્ચ મહિનામાં ખાલિસ્તાન સમર્થકો દ્વારા લંડનમાં ભારતીય હાઇ કમિશન પર કરાયેલા હુમલાની તપાસના સંદર્ભમાં ભારત સરકારે યુકેમાં તહેનાત તેના રાજદ્વારીઓને મર્યાદિત રાજદ્વારી પ્રતિરક્ષા માફીને મંજૂરી આપી છે. ડિપ્લોમેટિક ઇમ્યુનિટી પરસ્પરના આધારે અપાય છે અને તેનો અર્થ એ થાય છે કે રાજદ્વારીઓને વિદેશી ન્યાય ક્ષેત્રના કાયદાઓ સામે રક્ષણ મળે છે. જેવી આ તપાસ ટ્રાયલ ફેઝમાં પ્રવેશસે આ માફી અમલમાં મૂકાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતીય મિશન ખાતે તહેનાત સાક્ષીઓ અને ફરિયાદીઓને ડિપ્લોમેટિક ઇમ્યુનિટી વેઇવર આપવા માટે લંડન પોલીસે ભારત સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. લંડન પોલીસે ભારતીય દૂતાવાસ પર કરાયેલા હુમલાની તપાસના ભાગરૂપે આ મુક્તિ માગી હતી.

ભારત સરકાર ઇચ્છે છે કે બ્રિટનની સરકાર ભારતીય દૂતાવાસ પર કરાયેલા હુમલાની સંપુર્ણ તપાસ કરે અને અન્ય દેશો માટે દાખલો બેસાડે. મે મહિનામાં આ મામલામાં તપાસ માટે ભારતની પ્રીમિયર તપાસ એજન્સી એનઆઇએએ યુકેની મુલાકાત લીધી હતી. અપરાધીઓની જાહેર ઓળખ કરવા માટે એનઆઇએ દ્વારા તેમની તસવીરો અને વીડિયો પણ જારી કરાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter