યુકેમાં પહેલીવાર ડ્રોન દ્વારા ટપાલ અને પાર્સલની ડિલિવરીનો પ્રારંભ

Tuesday 01st August 2023 12:32 EDT
 
 

લંડનઃ યુકેમાં પહેલીવાર ડ્રોન દ્વારા ટપાલની ડિલિવરીનો પ્રારંભ કરાયો છે. ડ્રોન દ્વારા ડિલિવરી પ્રાપ્ત કરનારું ઓર્કની પ્રથમ સ્થળ બન્યું છે. ઓર્કની-આઇપોર્ટ વચ્ચે રોયલ મેઇલ દ્વારા આ યોજનાનો પ્રારંભ કરાયો છે. સ્કાયપોર્ટ કંપની દ્વારા બંને ટાપુ વચ્ચે ટપાલ અને પાર્સલની ડિલિવરી ડ્રોન દ્વારા કરાશે. ઓર્કની કાઉન્સિલ અને હાર્બર ઓથોરિટી અને લોગનએર વચ્ચેની ભાગીદારીમાં રોયલ મેઇલની કિર્કવોલ ડિલિવરી ઓફિસથી સ્ટોર્મનેસ સુધી ટપાલ લઇ જવાશે. ત્યાંથી ડ્રોન દ્વારા ગ્રેમસે અને હોયમાં ટપાલ અને પાર્સલની ડિલિવરી કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter