યુનિવર્સિટીઓમાં વાણી સ્વાતંત્ર્યના ઉલ્લંઘનથી લોકશાહી જોખમમાં- આરિફ એહમદ

વાણી સ્વાતંત્ર્યનું સંરક્ષણ નહીં કરનારી યુનિવર્સિટીઓને દંડ ફટકારાશે

Tuesday 06th June 2023 13:44 EDT
 

લંડનઃ ઉચ્ચ શિક્ષણ માટેની વિદ્યાર્થીઓની ઓફિસ ખાતે વાણી સ્વાતંત્ર્ય માટેના ડિરેક્ટર તરીકે નિયુક્ત થયેલા કેમ્બ્રિજ યુનિવર્સિટીના ફિલોસોફીના પ્રોફેસર આરિફ એહમદે ચેતવણી આપી છે કે જો યુનિવર્સિટીઓમાં વાણી સ્વાતંત્ર્યને સંરક્ષણ નહીં અપાય તો લોકશાહી દાવ પર લાગી જશે. આરિફ એહમદને વાણી સ્વાતંત્ર્યના ઉલ્લંઘનની ઘટનાઓની તપાસના અધિકાર અપાયા છે. તેમના નેતૃત્વ હેઠળની આ સંસ્થા વાણી સ્વાતંત્ર્યની જાળવણી નહીં કરનાર યુનિવર્સિટીઓને દંડ પણ ફટકારી શકશે.

આરિફ એહમદ કહે છે કે આપણે હિંસા કે સેન્સરશિપ દ્વારા નહીં પરંતુ ચર્ચા દ્વારા વિવાદોનો ઉકેલ લાવવો જોઇએ. આજે તમામ સંસ્થાનોમાંથી ચર્ચા ગાયબ થઇ રહી છે. યુનિવર્સિટીઓએ નમૂનારૂપ બનીને વાણી સ્વાતંત્ર્યની જાળવણી કરવી જોઇએ. લોકશાહી જોખમમાં છે.

એહમદે જણાવ્યું હતું કે, વાણી સ્વાતંત્ર્ય અને શૈક્ષણિક સ્વતંત્રતા યુનિવર્સિટીઓ માટે ઘણા મહત્વના છે. આપણી માનવ સભ્યતા માટે પણ તે પાયારૂપ છે.

વડાપ્રધાન રિશી સુનાકે પણ જણાવ્યું છે કે, આપણે જેમની સાથે સંમત નથી થતા તેવા લોકોને સમજવાની પરવાનગી આપતો સહિષ્ણુ સમાજ આપણી મહાન યુનિવર્સિટીઓમાં ઘણો મહત્વનો છે. જેમનો અવાજ દબાવી દેવામાં આવે છે તેવા વિદ્યાર્થી અને પ્રોફેસરોની ફરિયાદોના નિકાલ માટે વ્યવસ્થા તૈયાર કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter