લંડનમાં ડે ટ્રાવેલ કાર્ડ નાબૂદ કરવા સાદિક ખાનની ચેતવણી

Tuesday 25th July 2023 12:03 EDT
 
 

લંડનઃ લંડનના મેયર સાદિક ખાને ચેતવણી આપી છે કે નાણાની બચત માટે ડે ટ્રાવેલ કાર્ડ્સ નાબૂદ કરી દેવાશે. તેમણે જણાવ્યું હતું કે, લંડન નેટવર્કમાંથી ડે ટ્રાવેલ કાર્ડ નાબૂદ કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવાયો છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ ફોર લંડન 40 મિલિયન પાઉન્ડની બચત કરી શકશે. જોકે તેના કારણે પ્રવાસીઓના ખિસ્સા પર બોજો વધશે. સાદિક ખાને ડે ટ્રાવેલ કાર્ડ નાબૂદ કરવા માટે 6 મહિનાનો નોટિસ પીરિયડ શરૂ કર્યો છે. ડે ટ્રાવેલ કાર્ડ નાબૂદ થવાથી કેટલાક રૂટ પર ભાડામાં 36 ટકા સુધીનો વધારો થઇ શકે છે.

સાદિક ખાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મેયર ડે ટ્રાવેલ કાર્ડ નાબૂદ કરવાના પ્રસ્તાવ પર સહમત થઇ ગયા છે. પરંતુ ટીએફએલ ફંડિંગ ડીલની ડેડલાઇન સાચવવાને ધ્યાનમાં રાખીને તેમણે આ દિશામાં આગળ વધવું પડશે. જોકે આ નિર્ણય પાછો પણ ખેંચી શકાય છે. મેયર અને ટીએફએલ આગામી મહિનાઓમાં અન્ય વિકલ્પો પર વિચારણા કરી શકે છે.

બૃહદ લંડનમાં પ્રસ્તાવિત ઉલેઝની ફી ઘટાડવા સાદિક ખાનની વિચારણા

લંડનઃ સાદિક ખાન બૃહદ લંડનમાં ઉલેઝના અમલ માટે મક્કમ છે પરંતુ હવાની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના લંડનવાસીઓ પર પડનારો બોજો ઘટાડવા વિચારણા કરી રહ્યા છે. અક્સબ્રિડ એન્ડ સાઉથ રૂઇસ્લિપમાં યોજાયેલી અત્યંત મહત્વની પેટાચૂંટણીમાં લેબર પાર્ટીના ઘણા ઓછા મતની સરસાઇથી પરાજય માટે પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ સાદિક ખાનની ક્લીન એર પોલિસીને જવાબદાર ગણાવ્યા બાદ તેમણે જણાવ્યું હતું કે, હું મતદારોની રજૂઆતો પર ધ્યાન આપી રહ્યો છું. લેબર પાર્ટીના વડા સર કેર સ્ટાર્મરે જણાવ્યું હતું કે, અક્સબ્રિજમાં પરાજય માટે ઉલેઝનું વિસ્તરણ જવાબદાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter