લીડ્સમાં ગુરૂ ગ્રંથ સાહિબને ફાડી નાખી દેવાતાં શીખ સમુદાયમાં રોષ

પોલીસે અજાણ્યા અપરાધીની શોધખોળ શરૂ કરી

Tuesday 25th July 2023 12:07 EDT
 
 

લંડનઃ ઉત્તર ઇંગ્લેન્ડમાં લીડ્સ ખાતેના એક રહેણાંકની બહાર શીખોના પવિત્ર ગ્રંથ ગુરૂ ગ્રંથ સાહિબને નુકસાન પહોંચાડવાના મામલામાં પોલીસે તપાસ શરૂ કરી છે. વેસ્ટ યોર્કશાયર પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના 12મી જુલાઇએ લીડ્સના હેડિંગ્લે વિસ્તારમાં બની હતી. અમને રવિવારે સ્થાનિક શીખ સમુદાયના વ્યક્તિ તરફથી જાણ કરાયા બાદ હેટ ક્રાઇમની તપાસ શરૂ કરાઇ છે. કોઇ અજાણી વ્યક્તિએ ગુરુ ગ્રંથ સાહિબના પાના ફાડીને ડસ્ટ બીનમાં નાખી દીધાં હતાં.

લીડ્સ ડિસ્ટ્રિક્ટ કમાન્ડર ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટ સ્ટીવ ડોડ્સે જણાવ્યું હતું કે, પવિત્ર ગ્રંથને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ સંપુર્ણપણે અસ્વીકાર્ય છે. અમે આ મામલામાં તપાસ શરૂ કરી છે અને અમારા ડિટેક્ટિવ અપરાધીની ઓળખ કરવાના તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અમે સ્થાનિક શીખ સમુદાયમાં પ્રવર્તતી ચિંતાને સારી રીતે સમજી શકીએ છીએ. અમે શીખ સમુદાયના આગેવાનો સાથે મળીને તપાસ કરી રહ્યાં છીએ અને તપાસ અંગે તેમને જાણકારી પણ આપીએ છીએ.

પોલીસે આ ઘટના અંગે કોઇને જાણકારી હોય તો આગળ આવવાની પણ અપીલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter