લેસ્ટરના મીરાબેનને બનાવટી વાઇનના વેચાણ માટે હજારો પાઉન્ડનો દંડ

Tuesday 08th August 2023 11:52 EDT
 
 

લંડનઃ લેસ્ટરના કાઉન્ટેસ્ટહોર્પમાં બ્યુટવે ખાતે કન્વેનિયન્સ સ્ટોરમાં બનાવટી વાઇનની બોટલોના વેચાણ અને સંગ્રહ માટે તેના પૂર્વ માલિક મીરાબેન જીવાજી ઓડેદરાને હજારો પાઉન્ડ ચૂકવવાનો આદેશ અપાયો છે. 37 વર્ષીય મીરાબેને જણાવ્યું હતું કે, તેમણે તેમની શોપ માટે 2021માં એક વ્હાઇટ વાનમાં આવેલી વ્યક્તિ પાસેથી બનાવટી ટેઇલ વાઇનની બોટલો સસ્તા ભાવે ખરીદી હતી. તેમણે લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને જણાવ્યું હતું કે, હું નિયમિત રીતે વિશ્વાસપાર્ત્ર આઉટલેટ્સ પાસેથી તમાકુ, વાઇન અને શરાબની ખરીદી કરતી હતી પરંતુ અન્ય દુકાનો સાથેની સ્પર્ધાને કારણે મને બિઝનેસમાં તકલીફ પડી રહી હતી. મને એક અજાણ્યા વ્યક્તિએ પ્રતિ બોક્સ બે પાઉન્ડ ઓછા લઇને આ વાઇન પૂરો પાડ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter