લંડનઃ બ્રિટનવાસીઓ સડક પાર કરવામાં ઘણા ઢીલા પડી રહ્યાં હોવાથી હવે ગ્રીન મેન સિગ્નલના સમયમા ઓછામાં ઓછી એક સેકન્ડનો વધારો કરાયો છે. ડિપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટની નવી ગાઇડલાઇન અનુસાર મેદસ્વી અને વધુ વજન ધરાવતા રાહદારીને સડક પાર કરવા માટે 20 ટકા વધુ સમય પ્રાપ્ત થશે. હાલ સડક પાર કરવા માટે રાહદારીને 6.1 સેકન્ડનો સમય અપાય છે. જે સામાન્ય રીતે 1.2 મીટર પ્રતિ સેકન્ડથી ઝડપથી પાર કરી શકાય છે. પરંતુ મેદસ્વી અને વધુ વજન ધરાવતા લોકો આટલા સમયમાં પણ સડક પાર કરી શક્તાં નથી અને ગંભીર અકસ્માતનું જોખમ રહે છે. તેથી હવે આસમય વધારીને 7.3 સેકનડ કરવાનો નિર્ણય લેવાયો છે જેથી રાહદારી પ્રતિ સેકન્ડ એક મીટરની ઝડપથી સડક પાર કરી શકે.


