સુનાકના વિશેષ દૂતે હાઉસ ઓફ કોમન્સમાં મણિપુરની હિંસાનો મામલો ઉઠાવ્યો

મણિપુરનું નહીંવત કવરેજ કરવા માટે બીબીસીની આકરી ટીકા કરાઇ

Tuesday 25th July 2023 11:53 EDT
 
 

લંડનઃ ભારતના મણિપુરમાં છેલ્લા બે મહિનાથી અવિરત ચાલી રહેલી હિંસાનો મુદ્દો વડાપ્રધાન રિશી સુનાકના ધાર્મિક સ્વતંત્રતા પરના વિશેષ રાજદૂત અને સાંસદ ફિયોના બ્રુસે હાઉસ ઓફ કોમન્સમાં ઉઠાવ્યો હતો. મણિપુરની હિંસા પર યોગ્ય કવરેજ ન કરવા માટે તેમણે બીબીસીની પણ આકરી નિંદા કરી હતી.

બ્રુસે જણાવ્યું હતું કે, મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં સેંકડો ચર્ચનો નાશ થયો છે, 100થી વધુ લોકોના મોત થયાં છે અને 50,000 કરતાં વધુ લોકો વિસ્થાપિત બન્યાં છે. શાળાઓ અને સેમિનરીઓને જે રીતે લક્ષ્યાંક બનાવવામાં આવી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે એક ધર્મના લોકોને સુનિયોજિત રીતે લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યાં છે. તેમ છતાં આ હિંસા અંગે મીડિયામાં બહુ ઓછુ રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે. લોકો સહાય માટે અપીલો કરી રહ્યાં છે. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડે તેમની અપીલો પર વધુ ધ્યાન આપવા માટે શું કરવું જોઇએ.

ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ ઓર બીલીફ એલાયન્સના નિષ્ણાતોની કાઉન્સિલની 15મી મેની બેઠકમાં પણ મણિપુરની હિંસાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સાંસદ એન્ડ્રુ સિલૌસે જણાવ્યું હતું કે, બ્રુસે સંસદમાં આ મુદ્દો ઉઠાવીને મહાન કાર્ય કર્યું છે. અમે આશા રાખીએ છીએ કે બીબીસી દ્વારા મણિપુરની ઘટનાઓ પર વધુ રિપોર્ટિંગ કરાશે. બ્રુસે જે માહિતી આપી છે તે ઘણી આઘાતજનક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter