કાશ્મીર ખીણનું આકાશ ગજાવે છે ‘તેજસ’ ફાઇટર જેટ

Tuesday 01st August 2023 16:51 EDT
 
 

શ્રીનગરઃ ભારતીય વાયુસેનાએ જમ્મૂ- કાશ્મીરના અવંતીપોરા એરબેઝ ૫૨ ફાઇટર પ્લેન તેજસ MK-1 તહેનાત કર્યું છે. સેના અનુસાર તેઓના પાયલટ્સ ખીણમાં ઉડાનની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. કાશ્મીર, પાડોશી દેશો ચીન-પાકિસ્તાનની દૃષ્ટિએ સંવેદનશીલ છે. તેજસ MK-1 મલ્ટીરોલ ફાઇટર પ્લેન છે, જે વાયુસેનાને કાશ્મીરના જંગલ અને પહાડી વિસ્તારોમાં વધુ મજબૂત કરશે. ભારતીય વાયુસેના અત્યારે 31 તેજસ વિમાન ધરાવે છે. આખરે તેજસની જરૂર કેમ પડી છેલ્લા પાંચ દાયકામાં 400થી વધુ MiG-21 વિમાન ક્રેશ થવાને કારણે ભારત સરકાર તેને રિપ્લેસ કરવા માંગતી હતી. તેજસ, MiG-21નું સ્થાન લેવામાં સફળ રહ્યું. વજન ઓછું હોવાથી તે સમુદ્રી યુદ્ધજહાજો પર પણ સરળતાથી લેન્ડ અને ટેકઓફ કરી શકે છે. તદુપરાંત, તેની હથિયાર લઇ જવાની ક્ષમતા MiG-21થી બમણી છે. રાફેલથી 300 KMPH વધુ ઝડપ તેજસની છે.
વાયુસેનાએ પહેલા જ પોતાના બે સ્ક્વોડ્રોનને તેના પ્રારંભિક અને અંતિમ ઓપરેશનની મંજૂરી આપી છે. જ્યારે 83 માર્ક14 માટે એક કોન્ટ્રાક્ટ સાઇન કરાયો છે. આ દરેક 83 વિમાન આગામી એક કે બે વર્ષમાં સૈન્યને મળી જશે. જોકે સેનાની નજ૨ ડીઆરડીઓ દ્વારા વિકસિત કરાઇ રહેલા LCA માર્ક-2 અને એડવાન્સ્ડ મલ્ટીરોલ કોમ્બેટ એરક્રાફ્ટ AMCA ૫૨ છે. આ ફાઇટર પ્લેન પહેલાથી પાકિસ્તાની અને ચીની JF-17 ફાઇટર જેટની તુલનામાં અનેકગણા શક્તિશાળી છે.
સૈન્ય અભ્યાસ માટે પ્રથમવાર દેશની બહાર તેજસ ગયું હતું.
ફેબ્રુઆરી 2022માં ભારતીય વાયુસેનાએ પ્રથમવાર ફાઇટર પ્લેન તેજસને યુદ્ધાભ્યાસ માટે દેશની બહાર મોકલ્યું હતું. સંયુક્ત આરબ અમીરાતમાં ડેઝર્ટ ફ્લેગના નામથી 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી યુદ્ધાભ્યાસ થયો હતો, જેમાં ભારત તરફથી 5 લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ અને 2 સી-17 સામેલ થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter