‘મેરા ગાંવ મેરી ધરોહર’નો પ્રારંભ

Sunday 06th August 2023 16:08 EDT
 
 

નવીદિલ્હી: આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે એક અનોખી પહેલ ‘મેરા ગાંવ મેરી ધરોહર'ની શરૂઆત થઇ ચૂકી છે. રાજધાનીમાં 27 જુલાઇએ ગૃહ પ્રધાન અમિત શાહે આ પહેલનો પ્રારંભ કરાવ્યો હતો. યોજના અંતર્ગત દેશના 6.5 લાખ ગામડાંના સાંસ્કૃતિક વારસા જોડાશે.
ગામડાંની સાંસ્કૃતિક વારસાનું જતન
કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે ગ્રામ્ય સ્તર સુધીનો સાંસ્કૃતિક વારસો સાચવવો જોઈએ. આ પ્રોજેક્ટ દેશના ગામડાઓને એક નેટવર્કથી જોડશે. સાંસ્કૃતિક નકશો તૈયાર કરશે. કેન્દ્રનું માનવું છે કે ગામડાઓમાં હજુ પણ ઘણી પરંપરાઓ છે, જેને સાચવવાની જરૂર છે. સંસ્કૃતિ મંત્રાલયે તેને આકાર આપવા ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સની મદદથી www.mgmd.gov.in પોર્ટલ તૈયાર કર્યું છે. અહીં મંદિરો, હસ્તકલા, કળા, ગીતો, સંગીત, ઝવેરાત, પરંપરાગત પહેરવેશ, મેળાઓ, તહેવારો જેવી જાણકારી મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter