પ્રોફેસર હસમુખ શાહ BEMનું ફર્સ્ટ મિનિસ્ટર ઓફ વેલ્સ દ્વારા સન્માન

એશિયન વોઈસ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ 2018ના વિજેતા અને BAPIO વેલ્સના સેક્રેટરી

Tuesday 08th August 2023 15:35 EDT
 
 

લંડનઃ પ્રોફેસર હસમુખ શાહ BEMને 30 જુલાઈ 2023ના દિવસે લાન્ટ્રિસેન્ટ, વેલ્સની રોયલ ગ્લેમોર્ગન હોસ્પિટલ ખાતે NHS75ની ઉજવણી દરમિયાન BAPIO (બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિીયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન) વેલ્સના કાર્યક્રમમાં NHSને દીર્ઘકાલીન સેવા આપવા બદલ વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર પ્રોફેસર માર્ક ડ્રેક્સફોર્ડ MS દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લોર્ડ લેફ્ટનન્ટ ઓફ સાઉથ ગ્લોમોર્ગન મિસિસ મોરફડ મેરેડિથ, મિસ્ટર ફોર સોશિયલ જસ્ટિસ જેન હટ્ટ MS CBE અને ચીફ વ્હીપ પણ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રોફેસર હસમુખ શાહ BEMએ વેલ્સના પ્રમાણમાં વંચિત વિસ્તારમાં આરોગ્યની પરિસ્થિતિ સુધારવાના કાર્યમાં NHSને પોતાના જીવનના લગભગ 50 વર્ષ સમર્પિત કર્યા છે. તેમની 2018માં ક્વીન્સ બર્થડે ઓનર લિસ્ટમાં કદર કરાઈ હતી અને બ્રિટિશ એમ્પાયર મેડલ (BEM) સન્માનથી વિભુષિત કરવામાં આવ્યા હતા. વેલ્સ અને યુનાઈટેડ કિંગ્ડમમાં પ્રાઈમરી કેર, તબીબી શિક્ષણ અને નેતૃત્વના ક્ષેત્રે દીર્ઘકાલીન ગણનાપાત્ર યોગદાન માટે તેમને 2022માં યુનિવર્સિટી ઓફ સાઉથ વેલ્સ દ્વારા વિઝિટિંગ પ્રોફેસરશિપ એનાયત કરાઈ હતી. તેઓ BAPIO વેલ્સના સેક્રેટરી છે અને વેલ્સમાં ભારતીય ડોક્ટર્સની કામગીરીના પ્રખર સમર્થક છે.

વેલ્સ સરકારે તેમને એપ્રિલ 2020થી એપ્રિલ 2021 સુધી ફર્સ્ટ મિનિસ્ટરના BAME કોવિડ-19 એડવાઈઝરી ગ્રૂપ એન્ડ રિસ્ક એસેસમેન્ટ સબગ્રૂપમાં એક્સપર્ટ તરીકે જોડાવા આમંત્રિત કર્યા હતા. આ ગ્રૂપનું કાર્ય સમગ્ર વેલ્સમાં રિસ્ક એસેસમેન્ટ કામગીરી અને રેસ ઈક્વલિટી પ્લાન એક્શન પ્લાનના ઘડતરમાં સરકારને સપોર્ટ કરવા સાથે નેતાગીરી પુરી પાડવાનું હતું.

પ્રોફેસર હસમુખ શાહ BEM કાર્ડિફમાં સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, વેલ ફોર આફ્રપિકા, કેલોન હાર્ટ સ્ક્રીનિંગ એન્ડ ડીફાઈબ્રિલેટર્સ તથા રેસ કાઇન્સિલ સિમરુ ચેરિટીના ટ્રસ્ટી તેમજ મેગાફોકસ ગ્રૂપ (ઓપ્થેલ્મિક કેર માટે વંશીય લઘુમતી એસોસિયેશન)ના પૂર્વ ચેરમેન છે.

તેમને વર્ષ 2018માં લંડન ખાતે એશિયન વોઈસ દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter