અમદાવાદમાં યોજાયેલા એક મેરેજના રિસેપ્શનમાં હાજરી આપવા ખાસ લખનૌથી આવેલા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે રાજ્યના મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ વેળાએ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા.