• ઇંગ્લેન્ડ અને વેલ્સમાં હર્ક્યુલસ ચક્રવાત તથા પૂર માટે એલર્ટ
• મહિલા દર્દીની જાતીય છેડછાડના આક્ષેપોમાં ભારતીય ડોક્ટર નિર્દોષ
• ગેરકાયદે ચલણી નોટો છાપનાર ચાર ભારતીયને બર્મિંગહામમાં જેલ સજા
• બ્રિટનનો ૧૬ વર્ષીય લ્યુસ ક્લાર્ક દક્ષિણ ધ્રુવની સફળ ખેડનારો સૌથી નાની વયનો ટીનેજર બન્યો
• બર્મિંગહામમાં ૬૫મા ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી
ફેબ્રુઆરી
• બ્રિટિશ ભારતીય બાળકો માટે ગાંધી પોર્ટલનો પ્રારંભ
• લોર્ડ સ્વરાજ પોલ બ્રિટિશ મિડલેન્ડ્સના બીજા સૌથી ધનિક બન્યા
• વંશીય જૂથોમાં ગેરકાયદે સ્ત્રી ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું
• ઓપરેશન બ્લુસ્ટારમાં માર્ગારેટ થેચરની સંડોવણીને સમર્થન
• જજ માતા મીના પટેલની હત્યાના પ્રયાસમાં પુત્રી કુંતલની ધરપકડ
• સાઉથ આફ્રિકામાં હનીમૂન ટુર દરમિયાન પત્ની અની દેવાણીની હત્યા કરવાના કેસમાં શકમંદ આરોપી શ્રીયેન દેવાણી તબિયત સારી ન થાય ત્યાં સુધી તેને ટ્રાયલનો સામનો કરવા કેપટાઉન ન મોકલવો જોઇએ તેવી માગણી હાઇ કોર્ટે ફગાવી
• થેમ્સ નદીમાં ભયજનક પૂરઃ લંડન વિખૂટું પડ્યું
• ગેરકાયદે ઇમિગ્રન્ટને કામે રાખવા બદલ ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક હાર્પરનું રાજીનામું
• ચાઇલ્ડ સેક્સ ગેંગના પાંચ અપરાધીને ૫૪ વર્ષની જેલ સજા
• કમલેશ પુરોહિત બીબીસી રેડિયોના પ્રથમ ગુજરાતી મદદનીશ તંત્રીપદે
માર્ચ
• બ્રિટિશ સમાજના પ્રતિષ્ઠિત તારલાઓનું એબીપીએલ ગ્રૂપ દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં સન્માન
• એશિયન બિઝનેસ અગ્રણીઓનું મિડલેન્ડ્સમાં સન્માન
• શ્રીયેન દેવાણીની સાઉથ આફ્રિકામાં પ્રત્યાર્પણ વિરુદ્ધ અપીલમાં હાર
• ભારતીય બિલિયોનેર પ્રિયા વાન્ડ્રેવાલા સામે ૩૫૦ મિલિયન પાઉન્ડના ગોટાળાનો દાવો
• મતદારોને રીઝવવા ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્નનું રાહતપૂર્ણ બજેટ
એપ્રિલ
• સ્વીડિશ પત્ની અની દેવાણીની હત્યાનું ષડયંત્ર ઘડવાના કેસમાં શકમંદ આરોપી પતિ શ્રીયેન દેવાણી અંતે કાનૂની કાર્યવાહી માટે સાઉથ આફ્રિકા પહોંચ્યો
• સનરાઇઝ રેડિયોના માલિક અવતાર લિટ નાદાર જાહેર
• ઇસ્ટ મિડલેન્ડ્સને ધ્રૂજાવતા ભૂકંપના બે આંચકાઃ ગુપ્ત ફોલ્ટ લાઇન સક્રિય થઇ
• ફ્લાઇટ લેફટનન્ટ રાકેશ ચૌહાણનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત
મે
• નકલી ડિઝાઇનર વસ્ત્રો બનાવવા બદલ લેસ્ટરમાં ત્રણ ભારતીયોને જેલ સજા
• યુકેવાસી ધનકુબેરોની યાદીમાં હિન્દુજાબંધુ સર્વોચ્ચ સ્થાનેઃ મિત્તલ, લોર્ડ પૌલ, લોહિયા અને કલસી પણ સામેલ
• બર્મિંગહામ યુનિ.ના ચાન્સેલર પદે લોર્ડ કરણ બિલિમોરિયાની વરણી
• ગ્રીન પાર્ટીએ મલ્ટિમિલિયોનેર અને લેબર પાર્ટીના પૂર્વ દાતા તાબાટ્ઝનિકને દાન પરત કર્યું
• છેતરપિંડી બદલ લેડી ચીટર નીલમ દેસાઇને ૩૦ માસની કેદ સજા
• ભાજપ-નરેન્દ્ર મોદીની જીતની યુકેભરમાં શાનદાર ઉજવણી થઇ
• રોયલ નવીના કાફલામાં એક બિલિયન પાઉન્ડની ‘આર્ટ કૂલ’ નામની સબમરીન સામેલ થઇ
• મૈસુરના રાજા ટીપુ સુલતાની સોનાની દુર્લભ વીંટી હરાજીમાં ૧.૪૫ લાખ પાઉન્ડમાં વેચાઇ
જૂન
• ઠગાઇ બદલ તાંત્રિક મહિલાને ૧૦ વર્ષની જેલ
• બિઝનેસમેન હરજિન્દર ભુરજીના હત્યારાને ૩૦ વર્ષની જેલ
• ૧૧.૭ મિલિયન પાઉન્ડની ઠગાઇ બદલ કેતન સોમૈયા દોષિત
• જાણીતી લેખિકા જે.કે. રોલિંગે સ્કોટલેન્ડને બ્રિટન સાથે જ રાખવાની ઝુંબેશ માટે ૧૦ લાખ પાઉન્ડનું દાન આપ્યું
• એબીપીએલ ગ્રૂપ દ્વારા ૧૪મા ફાઇનાન્સ, બેન્કિંગ એન્ડ ઇન્સ્યુરન્સ મેગેઝિનનું ભવ્ય વિમોચન
• ક્વીન્સ ઓનર્સ લિસ્ટઃ ૪૫ એશિયન સન્માનિત
• બ્રિટિશ વિદ્યાર્થી દ્વારા ઇરાકના જેહાદીઓની ભરતી
• કેન્યામાં જન્મેલા ત્રણ ગુજરાતી ફાર્માસીસ્ટ્સનો લંડનથી ગુજરાત સુધીનો રોમાંચક કાર પ્રવાસ
• ફોન હેકિંગ કેસઃ રેબેકા બ્રૂક્સ નિર્દોષ જાહેર થઇ
• ઇમિગ્રેશન કૌભાંડ ગેંગના પાંચ સભ્યોને જેલ સજા
• હેરોના મેયર પદે પ્રથમ ગુજરાતી અજય મારુની વરણી
(વધુ આવતા અંકે.....)