હિન્દીમાં કહેવત છે કે 'હર કુત્તેકા દિન આતા હૈ!' આપણને સૌને ખબર છે કે વિખ્યાત અભિનેતા-અભિનેત્રીઅો પોતાની ઢળતી વયે યુવાની જાળવી રાખવા માટે અવનવી કોસ્મેટીક સર્જરી કરાવીને પોતે યુવાન છે તે દેખાડવા પુશ્કળ મહેનત કરે છે. પણ આ દેશમાં તો વિખ્યાત સેલીબ્રીટીઝ પોતાના કુતરા રૂડારૂપાળા લાગે તે માટે તેમની પણ સર્જરી કરાવે છે.
જે કુતરાઅોના ચહેરાની ચામડી લચી પડી હોય તેવા કુતરાઅોને વધુ રૂપાળા દેખાડવા માટે ચહેરા પરની વધારાની ચામડી અોપરેશન કરાવીને કાઢી નાંખવામાં આવે છે. જોકે ઘણા કિસ્સામાં નાક પાસે વધારાની ચામડીને કારણે શ્વાસ રૂંધાતો હોવાથી પણ આવી સર્જરી કરાવવી જરૂરી થઇ પડે છે. 'ફેસ લીફ્ટીંગ' નામનું આ અોપરેશન પાંચ વર્ષ પહેલા વર્ષે માત્ર ૩૦ કુતરાને કરાવાતું હતું આજે આ સંખ્યા વર્ષે ૨૬૦ થઇ છે. પ્રત્યેક સર્જરી દીઠ £૨,૦૦૦નો ખર્ચો થાય છે.