મહિલાઅોની માન્યતા

Thursday 11th September 2014 10:32 EDT
 

બ્રિટીશ મહિલાઅો માને છે કે તેમની વય કરતા તેઅો પાંચ વર્ષ જુવાન દેખાય છે. પરંતુ આજ મહિલાઅો જ્યારે ૪૬ વર્ષની થાય છે ત્યારે વૃધ્ધ દેખાવા લાગે છે. એક સર્વે મુજબ ૭૫% મહિલાઅોએ પોતે પાંચ વર્ષ યુવાન દેખાતી હોવાનું અને તેની પાછળ તેમની ચામડી જવાબદાર હોવાનું જણાવ્યું હતું. જ્યારે ૧૦% મહિલાઅોએ તો તેઅો દસ વર્ષ યુવાન હોવાનું માનતી હોવાનું જણાવ્યું હતું. માત્ર ૧% મહિલાઅોએ જ તેમની વય મુજબ દેખાતા હોવાનું જણાવ્યું હતું. હવે કહેવું પડે ને કે રીંગણા લઉ બે ચાર...?


    comments powered by Disqus