સાત ફૂટની ઉંચાઇ ધરાવતા ગુનેગારને જો જેલવાળા કહે ભાઇ ચાલવા માંડ તારી ઉંચાઇના કારણે અમે તને રાખી શકીએ તેમ નથી તો તમે શું કહો? જી હા, જુડ મેડકાફ નામના ૨૩ વર્ષના ચોરને NHSની અોફિસમાંથી ક્રિસમસની ભેટ અને ખાવાનું ચોરવા બદલ તેમજ એક મહિલા પર બીબી ગનમાંથી છરો છોડવા બદલ ૭૫ દિવસના રીમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો. પરંતુ જુડને ક્લીનફેલ્ટર સીન્ડ્રોમ નામની બીમારી હોવાના કારણે તે ૨૩ વર્ષે પણ હજુ ઉંચો થતો જતો હોવાથી એક્સેટર ક્રાઉન કોર્ટના જજે છોડી મૂક્યો હતો. પરંતુ ૭' ૨" ઉંચા જુડે કરફ્યુનો ભંગ કરતા તેને પાછો કોર્ટમાં હાજર કરાયો હતો.