શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ, લેસ્ટર દ્વારા વાર્ષિક પ્રીતિભોજનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લંડનથી કમીટીના અગ્રણી સદસ્ય શ્રી રમેશભાઇ, ધામજીભાઇ તેમજ સંસ્થાના સ્વતંત્ર અોડીટર મોહમદ રઝા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રોફેશનલ બોલીવુડ ડાન્સર્સ તેમજ ગાયક કલાકારોએ સૌનું મનોરંજન કર્યું હતું અને સ્વાદિષ્ટ ડીનરનો આસ્વાદ માણ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સદસ્યોએ પોતાના અભિપ્રાય અને સૂચનો રજૂ કર્યા હતા.