લંચ સમયે કોફી પીઅો અને ડાયાબિટીશને ભગાવો એવી સલાહ નિષ્ણાંતોએ આપી છે. રોજના ત્રણથી ચાર કપ કોફી પીવાથી ટાઇપ-૨ પ્રકારના ડાયાબીટીશની બીમારી થવાની શક્યતા ચોથા ભાગ જેટલી ઘટી જાય છે. સંશોધનમાં જણાવ્યા મુજબ દરેક કોફીનો એક કપ ડાયાબિટીશ થવાની શક્યતાને ૮% જેટલી ઘટાડે છે. ઉકાળેલી કોફી કરતા ફિલ્ટર કોફી વધુ સુરક્ષા આપે છે અને તે પીવાનો સૌથી સારો સમય લંચનો છે.
પણ મિત્રો, ચેતતા રહેજો કારણ કે કદીક આવી સલાહ ભ્રામક પણ હોય છે. બધું આપણા શરીર, ખોરાક અને તબિયતને લક્ષમાં લઇને કરવું.