* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૩૦-૧૧-૧૪ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લીસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર દાદા લછમનદાસ અને માયાબેન પગરાની અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.
* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૩૦-૧૧-૧૪ રવિવારે બપોરે ૩ કલાકે ભજન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨-૧૨-૨૦૧૪ના રોજ સાંજે ૭-૩૦ કલાકે મોક્ષદા એકાદશી અને ગીતા જયંતી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગીતા પૂજન, શ્રી કૃષ્ણ પૂજન તેમજ ગીતાના પાઠનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.
* ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન NW4 4BA ખાતે તા. ૩૦-૧૧-૧૪ના રોજ બપોરે ૨થી ૬ દરમિયાન ગીતા અને તપોવન જયંતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8203 6288.
* શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દર ગુરૂવારે સાંજે ૭થી ૯ જલારામ ભજન, આરતી અને પ્રસાદનો લાભ મળશે. દર શનિવારે સવારે ૧૧થી બપોરે ૧ સુધી ૨૧ હનુમાન ચાલીસા અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.
* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળના સત્સંગ કાર્યક્રમનું આયોજન પ્રીતિબહેન - પરેશભાઇ શાહ અને પરિવાર તરફથી તા. ૩૦-૧૧-૧૪ રવિવારના રોજ કરવામાં આવ્યું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ 020 8459 4943.
* કૌશીક પૂંજાણી પ્રસ્તુત મોહમ્મદ રફીના હીટ ગીતોના લાઇવ કાર્યક્રમ 'રફી વન્સ મોર'નું આયોજન તા. ૬-૧૨-૧૪ શનિવારના રોજ સાંજે ૭ કલાકે ધ બુશી અરેના, લંડન રોડ, બુશી, WD23 3AA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કૌશિક પુંજાણી 07944 986 893.
* લેમ્બેથ એશિયન સેન્ટર દ્વારા તા. ૨૯-૧૧-૧૪ના રોજ સાંજે ૬ થી મેમણ હોલ, ૩ વેયર રોડ, બાલમ SW12 0LT ખાતે દિવાળી, ઇદ અને ક્રિસમસ પર્વની ઉજવણી ધ અમેઝીંગ લીટલ સ્ટાર્સના કલાકારોને સંગ કરવામાં આવશે. ડીનર પછી કાર્યક્રમ થશે. સંપર્ક: રાજ આચાર્ય 07931 650 337.
* શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સેન્ટર યુરોપના વાર્ષિક સંમેલનનું આયોજન તા. ૩૦-૧૧-૧૪ રવિવારના રોજ સાંજે ૬થી શ્રી સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, લંડન HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. ખ્યાતનામ સ્ત્રી અને પુરુષ ગાયકોના અવાજ રજૂ કરનાર "સાંઇરામ અય્યર" સૌ પ્રથમવાર ૨૭ પાટીદાર સેન્ટરના લાભાર્થે સમાજના વાર્ષિક સંમેલનમાં ભૂલી બિસરી યાદોં સાથે ફિલ્મીગીતો રજૂ કરશે. સંમલેનના કન્વેનર ટ્રસ્ટી અને ચેર શ્રી મુકેશભાઇ પ ટેલ (મહેળાવ) છે. સંપર્ક: 020 8904 9191.
* કેરાલા આયુર્વેદા સેન્ટરની લીડ્ઝ શાખાનો શુભારંભ તા. ૨૭-૧૧-૧૪ ગુરૂવારના રોજ ૧એ ગ્રેન્જ પાર્ક એવન્યુ, લીડ્ઝ, LS8 3BA ખાતે કરવામાં આવનાર છે. આ સેન્ટરની શાખાઅો લેસ્ટર, બર્મિંગહામ, બોલ્ટનમાં પણ આવેલી છે. સંપર્ક: 0113 265 3066.
* સેન્ટ નિકોલસ નર્સરી, ૨૨ સાલમન સ્ટ્રીટ, લંડન NW9 8PN ખાતે ૩ થી ૫ વર્ષના બાળકોના રજીસ્ટ્રેશન માટે અને સ્કૂલ જોવા માટે શુક્રવાર તા. ૫-૧૨-૧૪ અને તા. ૧૦-૧-૧૪ના રોજ સવારેના ૧૦થી ૧૨ દરમિયાન અોપન ડેનું આયોજન કરાયું છે. સંપર્ક: હેમલ લુકા 020 8205 7153 / 07794 381 711.
* બક્ષલો પ્રીપરેટરી સ્કૂલ, ૫-૬ કાસલટન ગાર્ડન્સ, ઇસ્ટ લેન, વેમ્બલી HA9 7QJ ખાતે શુક્રવાર તા. ૨૮-૧૧-૧૪ના રોજ સવારે ૧૦થી ૧૨ દરમિયાન અોપન મોર્નીંગનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8904 3615.
* સેન્ટ નિકોલસ પ્રીપરેટરી સ્કૂલ, ૨૨ સાલમન સ્ટ્રીટ, લંડન NW9 8PN ખાતે શુક્રવાર તા. ૫-૧૨-૧૪ અને તા. ૯-૧-૧૪ના રોજ સવારેના ૧૦થી ૧૨ દરમિયાન અોપન ડેનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8205 7153.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સુધારો
'ગુજરાત સમાચાર'ના તા. ૨૨-૧૧-૧૪ના પાન નં. ૨૨ ઉપર પ્રસિધ્ધ કરાયેલા ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માન સમારોહના અહેવાલમાં સૌથી ઉપરની મુખ્ય તસવીરમાં શરતચૂકથી ફોટો કેપ્શન ખોટી લખાઇ હતી. સાચી ફોટો કેપ્શન આ મુજબ છે.
'સમારોહમાં ઉપસ્થિત ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોને વંદન કરી શિષ ઝૂકાવી આરતી કરતા ડાબેથી ગ્રેટર લંડન અોથોરીટીના સદસ્ય શ્રી નવિનભાઇ શાહ, કિંગ્સ કિચનના ચેરમેન શ્રી મનુભાઇ રામજી, બેન્ક અોફ બરોડાના યુરોપીયન હેડ શ્રી ધિમંતભાઇ ત્રિવેદી, શ્રી ધનજીભાઇ તન્ના, કાઉન્સિલર શ્રીમતી રેખાબેન શાહ, કાઉન્સિલર શ્રી નીતિનભાઇ પારેખ. ક્ષતી બદલ ક્ષમાયાચના.
૦૦૦૦૦૦૦
કુર્યાત સદા મંગલમ્ (DC Picture)
ભાદરણના વતની શ્રીમતી કાશ્મીરાબેન (મીરા) પટેલ અને શ્રી નૈનેષભાઇ મહેન્દ્રભાઇ એમ. પટેલ OBEના સુપુત્ર ચિ. નિકુલના શુભ વિવાહ ધર્મજના વતની શ્રીમતી કેતકીબેન અને શ્રી કમલેશભાઇ પટેલના સુપુત્રી ચિ. નિક્કી સાથે તા. ૧૫-૧૧-૧૪ના રોજ હિલ્ટન હોટેલ ટર્મિનલ ફાઇવ, હીથરો ખાતે યોજાયા હતા. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.
0000000
* ઇઝી ટેલ દ્વારા 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે બે કલાક મફત કોલ કરવાની ખાસ અોફર રજૂ કરવામાં આવી છે. આપ ઇઝી ટેલને ફોન કરો ત્યારે ખાસ 'ગુજરાત સમાચાર'નો ઉલ્લેખ કરવાનું ચૂકતા નહિં. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન નં. 17.
૦૦૦૦૦૦૦