વારંવારના પૂર અને ભયાનક શિયાળાના કારણે દેશની કેટલીક કાઉન્સિલોને તેમના વિસ્તારના રોડ-રસ્તા પરના ખાડા પૂરવા માટે £૧૦૦ મિલિયનની જરૂર પડે તેમ છે. સ્થાનિક સરકારોના વડાએ જણાવ્યું હતું કે હજુ ગયે મહિને જ સરકારે રોડ પરના ખાડા પૂરવા માટે કુલ £૬ બિલિયનની રકમ મંજુર કરી હતી. પરંતુ આ રકમ પુરતી નથી.
ખાડા પૂરવા માટે લીડ્ઝ કાઉન્સિલને £૯૦ મિલિયન, ગ્લોસ્ટરશાયરને £૮૬ મિલિયન, ઇસ્લીંગ્ટન કાઉન્સિલને £૭૯ મિલિયન, અોલ્ડહામ કાઉન્સિલને £૬૦ મિલિયન, રોચડેલ કાઉન્સિલને £૫૮ મિલિયન અને સ્વીન્ડન કાઉન્સિલને £૪૦ મિલિયનની જરૂર છે. પ્લેમથમાં ૩૨,૦૦, નોર્થમ્બરલેન્ડમાં ૬૬૦૦ અને ડર્બીશાાયરમાં ૧૧૦૦ ખાડાઅો પડ્યા હોવાનું બહાર આવ્યું છે.