તાજેતરમાં થયેલાં એક સંશોધનમાં બહાર આવ્યું છે કે, જે મહિલાઓ ફ્લેટ ચંપલ પહેરે છે તેની સરખામણીમાં જો તે હાઈહિલ પહેરે તો પુરુષો વધારે નજીક આવવા મથે છે અને તેમને મદદ પણ કરે છે.
ફ્રેન્ચ સંશોધક નિકોલસ ગોક્વિને એક અભ્યાસના આધારે જણાવ્યું છે કે, મહિલાઓ જ્યારે પણ ફ્લેટ હિલનાં ચંપલ પહેરીને નીકળે છે અને તેમના હાથમાંથી કોઈ વસ્તુ પડી જાય છે ત્યારે પુરુષો મદદ કરે છે, પણ તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. તેની સરખામણીમાં મહિલાઓએ હાઈહિલ પહેરી હોય તો પુરુષો મદદ કરવામાં વધુ ઝડપ અને ઉત્સુક્તા દાખવે છે.
આ અભ્યાસ માટે નિકોલસે પોતાની આસિસ્ટન્ટને રસ્તા પર પોતાનાં ગ્લોવ્ઝ નાખીને અલગ અલગ સ્ટાઇલનાં ચંપલ પહેરીને મોકલી હતી, તે ઉપરાંત તેમણે કેટલાક પુરુષો સાથે પ્રશ્નોત્તરી પણ કરાવી હતી. આ બધી જાણકારીના આધારે નિકોલસે આ તારણ રજૂ કર્યું છે.