કેમરન વહેલા ઈયુ રેફરન્ડમ માટે તૈયાર

Friday 16th January 2015 08:32 EST
 
 

જોકે, કેમરનની આ પહેલથી ટોરી પાર્ટીના સાંસદોમાં અસંતોષ સર્જાવાની પણ શક્યતા છે.કેમરને ચૂંટણી પછી ગઠબંધન સરકાર માટે નેતા નાઈજેલ ફરાજની પાર્ટી Ukipનું સમર્થન મેળવવાનો આ દાવ નાખ્યો છે. બીજી તરફ, Ukip દ્વારા પણ અગાઉ એવો સંકેત અપાયો છે કે ગઠબંધનની કોઈ પણ ચર્ચામાં વહેલા રેફરન્ડમનો મુદ્દો કેન્દ્રમાં રહેશે. મે ચૂંટણીમાં કોઈના વિજયની આગાહી કરી શકાય તેમ નથી ત્યારે ફરાજે લેબર પાર્ટી અથવા SNP સાથે સોદાબાજીની શક્યતા નકારવા સાથે લઘુમતી કન્ઝર્વેટિવ સરકારને ટેકો આપવાની સંભાવના વ્યક્ત કરી હતી. જોકે, ૨૦૧૭ના અંત પહેલા ઈયુ અંગે મતદાન કરવાની ખાતરી અંગે તેમણે નાખુશી વ્યક્ત કરી હતી.


comments powered by Disqus