મહાત્મા પ્રથમ અમારા, ભારત મારું બીજું ઘર: માસાબાન

Friday 16th January 2015 08:41 EST
 
 

નમસ્તે કહીને ઈન્ડિયન ડાયસ્પોરાનું અભિવાદન કરતાં કહ્યું કે, ૯ જાન્યુઆરીએ બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીએ આફ્રિકામાં સત્યાગ્રહ અને અહિંસાના શસ્ત્રથી ભારતને ગુલામીમાંથી આઝાદ કર્યું એ ઐતિહાસિક ક્ષણેના યાદ કરતાં મારે કહેવું જોઈએ કે ગાંધી પહેલાં અમારા છે. આફ્રિકાના આ મહાત્માની ચળવળથી વિશ્વના અનેક દેશો બ્રિટિશ સામ્રાજ્યની ગુલામીમાંથી સ્વતંત્ર થયાં. આથી, ભારત અમારા માટે બીજુ હોમલેન્ડ છે. ગાંધીજી પરત આવ્યા તે પહેલાં તેમની પ્રેરણાથી ૮ જાન્યુઆરી ૧૯૧૨ના દિવસે નેલ્સન મંડેલાએ આફ્રિકન નેશનલ કોંગ્રેસની સ્થાપના કરી. એ ગાંધીવાદી વિચારધારાએ વિકાસનો નવો માર્ગ ચિંધ્યો એ ઘટના દ્વારા આફ્રિકાના લોકો માટે આ દિવસ યાદગાર બની રહ્યા છે.


comments powered by Disqus