કિસમેં કિતના હૈ દમ

Wednesday 18th February 2015 05:08 EST
 

ઇંગ્લેન્ડ - ત્રણ ફાઈનલ રમ્યું, પણ...
સ્ટારવોચ: ઈયાન મોર્ગન, સ્ટીવન ફીન
મોર્ગન ભરોસાપાત્ર બેટસમેન. ફીન પોતાની કેરિયરના શ્રેષ્ઠ ફોર્મમાં.
શક્તિઃ પેસ અને સ્પિન એટેક દમદાર. યુવા બેટસમેનોની સારી ફોજ.
પડકાર: પ્રદર્શનમાં સાતત્યની જરૂર. ટીમને એકજૂથમાં રમવું પડશે.
બાંગ્લાદેશ - ૨૦૦૭માં સુપર-૮ સુધી પહોંચ્યા
સ્ટારવોચ: મુશફિકુર રહીમ, શાકીબ અલ હસન
શક્તિ: પોતાનાથી વધુ સારું રેન્કિંગ ધરાવતી ટીમને હરાવે તો ક્વર્ટર ફાઈનલમાં રમવાની શક્યતા.
પડકાર: ટીમમાં વિશ્વસ્તરીય ખેલાડી. દબાણ વગર રમવું પડશે.
ઝિમ્બાબ્વે - લાંબી મંઝિલ
સ્ટારવોચ: મસકાદઝા, ટેલર
બન્ને બેટસમેન કોઈ પણ ટીમ સામે મોટી ઈનિંગ્સ રમવાની ક્ષમતા રાખે છે.
શક્તિ: ઓસ્ટ્રેલિયા-ન્યૂ ઝિલેન્ડ જેવી બાઉન્સી વિકેટ પર રમવાની ટેવ. ઉપયોગી બેટ્સમેન અને ઓલરાઉન્ડર.
પડકાર: સારી શરૂઆતનો લાભ ઊઠાવવો પડશે. દબાણથી બચવું પડશે.
ઓસ્ટ્રેલિયા - ચાર વખત વિશ્વ વિજેતા
સ્ટારવોચ: ડેવિડ વોર્નર, મેક્સવેલ
વોર્નર ટીમને તોફાની શરૂઆત આપશે. મેક્સવેલ કોઈ પણ ક્રમે વિસ્ફોટક છે.
શક્તિ: વોર્નર-ફિન્ચની ઓપનિંગ જોડી. ભરોસાપાત્ર મિડલ ઓર્ડર.
પડકાર: સ્પિનએટેક નબળો. યજમાન હોવાથી દબાણ.
ન્યૂ ઝીલેન્ડ - છ સેમિ ફાઈનલ
સ્ટારવોચ: મેક્કુલમ, એન્ડરસન
મેક્કુલમ વિસ્ફોટક બેટસમેન. એન્ડરસન સારી લયમાં.
શક્તિઃ મજબૂત બોલિંગ. મેક્કુલમ, ટેલર અને વિલિયમ્સ જેવા બેટસમેન.
પડકાર: બે-ત્રણ બેટસમેનો પર ટીમ નિર્ભર. દબાણનો સામનો કરી શકતા નથી.
અફઘાનિસ્તાન - પહેલો વર્લ્ડ કપ
સ્ટારવોચ: મો. નબી, નવરોઝ
સૌથી અનુભવી ખેલાડી. તેમની સફળતા પર ટીમનો આધાર.
શક્તિ: પહેલા વર્લ્ડ કપમાં મેચ જીતી શકે છે. અપસેટ કરી વિશ્વની નજરે ચઢવાની તક.
પડકાર: મોટી ટીમોના દબાણમાં આવવાથી બચવું પડશે.
સાઉથ આફ્રિકા - ત્રણ સેમિ ફાઈનલ
સ્ટારવોચ: ડિ વિલિયર્સ, અમલા
ડિવિલિયર્સ નંબર-વન બેટસમેન છે. અમલાના આ વર્ષે ૪૧૩ રન.
શક્તિઃ ભરોસાપાત્ર બેટ્સમેન. પેસ બોલિંગ. ફિલ્ડિંગ પણ શ્રેષ્ઠ.
પડકાર: સારો ઓલરાઉન્ડર નથી. સારો દેખાવ કરવાનું દબાણ.
પાક. - એક વખત વિશ્વ વિજેતા
સ્ટારવોચ: ઈરફાન ખાન
સૌથી ઊંચા પેસ બોલરના નામે ૫૪ વિકેટ.
શક્તિઃ શહજાદ, મિસબાહ જેવા સારા બેટસમેન. ઓલરાઉન્ડર. આફ્રિદીની શક્તિ.
પડકાર: બેટિંગ લાઈનઅપ ભરોસાપાત્ર નથી. અજમલની ભરપાઈ કરવી પડશે.
શ્રીલંકા - એક વખત વિશ્વ વિજેતા
સ્ટારવોચ: મેથ્યુઝ, મલિંગા
મેથ્યુઝે ૨૦૧૪માં ૧૨૪૪ રન બનાવ્યા. ૧૮ વિકેટ લીધી. મલિંગા ડેથ ઓવરનો કિંગ છે.
શક્તિઃ સંગાકરા-જયવર્દને જેવા 10 હજારી બેટ્સમેન. સારા ઓલરાઉન્ડર.
પડકાર: મિડલઓર્ડર નબળો. વિદેશી ધરતી પર ખરાબ પ્રદર્શન.
વેસ્ટ ઈન્ડિઝ - ૨ ટાઈટલ
સ્ટારવોચ: ક્રિસ ગેઈલ, માઇક રસેલ
ગેઈલ કોઈ પણ મેચનું પાસું પલટી શકે છે. ઓલરાઉન્ડર રસેલ પણ મેચ વિનર.
શક્તિઃ ગેઈલ-સેમ્યુઅલ્સની સ્ફોટક બેટિંગ. રસેલ, સૈમી જેવા ઓલરાઉન્ડર.
પડકાર: ડ્વેઇન બ્રાવો, કીરોન પોલાર્ડની ખોટ ભરપાઇ કરે તેવા ખેલાડીનો અભાવ
આયર્લેન્ડ - ૨૦૦૭માં સુપર-૮માં પહોચ્યું
સ્ટારવોચ: પોર્ટરફિલ્ડ. તેનું નેતૃત્વ અને અનુભવ ટીમનો મોટો પ્લસ પોઈન્ટ.
શક્તિ: સ્વાભાવિક રમત રમે છે. અગાઉ વર્લ્ડ કપમાં પાકિસ્તાન, ઈંગ્લેન્ડને હરાવી ચૂકી છે. આ વખતે વેસ્ટ ઇન્ડિઝને હરાવી અપસેટ સર્જ્યો છે.
પડકાર: જીતવું હશે તો મોટી ટીમોના દબાણમાં આવવાથી બચવું પડશે.


comments powered by Disqus