શિંગ-દાળિયાના લાડુ

Tuesday 17th February 2015 07:27 EST
 
 

સામગ્રીઃ અડધો કપ દાળિયા - અધકચરો ભૂકો કરેલા • પા કપ શેકેલી સિંગ - અધકચરો ભૂકો કરેલી પા કપ • પોણો કપ - સમારેલો ગોળ • દોઢ ટી સ્પૂન - ઘી
રીતઃ એક નોનસ્ટીક પેનમાં શિંગ-દાળિયાના ભુક્કાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકીને એક બાજુ મુકી દો. હવે ઘી ગરમ કરીને તેમાં સમારેલો ગોળ નાંખી તેની ઘટ્ટ ચાસણી બનાવી લો. ત્યારબાદ તેમાં શિંગ અને દાળિયાનો ભુક્કો નાંખીને સરખી રીતે મિક્સ કરી લો. મિશ્રણ સહેજ ઠંડુ થાય એટલે તેની નાની-નાની લાડુડી બનાવી લો. લાડુડીઓ પૂરેપૂરી ઠંડી થાય પછી જ તેને એરટાઈટ ડબ્બામાં ભરો.


comments powered by Disqus