મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં કાર્યસફળતા અને સાનુકૂળતા વધતા માનસિક સુખ જણાય. નિરાશા દૂર થાય. ગૂંચવાયેલા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. ધીરજથી કામ લેશો તો સફળતા મળશે. આર્થિક ક્ષેત્રે પ્રતિકૂળ પરિસ્થિતિનો ઉકેલ મેળવી શકશો. ખર્ચ પૂરતાં નાણાંની જોગવાઈ કરી શકશો. નોકરિયાતને જણાતી મુશ્કેલીઓ દૂર થાય તેવા સંજોગો સર્જાશે. તેનો લાભ લેવાનું ચૂકતા નહીં. અગત્યની કામગીરી ઉન્નતિના પંથે દોરી જાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહમાં ધીરજ રાખીને કામ કરવું પડશે. ઉતાવળિયા અને ઘાંઘા બનશો નહીં. આ સમય આર્થિક રીતે મધ્યમ રહે. વધારાની આવક ઊભી કરવા માટે વધુ મહેનત કરવી પડે. નવા ખર્ચનો બોજ પણ વધશે. નોકરિયાત માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થતો જણાશે. સહયોગીઓ સાથે વિવાદ-ચકમક ટાળજો. ધંધા-વેપારના ક્ષેત્રે તમારી મહેનતનું ફળ મેળવી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ કાર્યબોજ અને નિર્ધારિત યોજનાઓમાં જોઈએ તેટલી પ્રગતિ જણાતા અસ્વસ્થતા અને તણાવ વધશે. માનસિક સંયમ કેળવવો જરૂરી છે. ધીરજ અને નિશ્ચયાત્મક્તા જેવા ગુણ વડે જ તમે વિકાસ સાધી શકશો. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ તકેદારી માંગી લે તેવો છે. કૌટુંબિક અને આરોગ્ય માટેના ખર્ચ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધશે તેમ ગ્રહયોગ સૂચવે છે.
કર્ક (ડ,હ)ઃ આ સમય આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. મનોબળ નબળું પડે એવા પ્રસંગો આવે. આર્થિક મુશ્કેલી અને નાણાંકીય તંગી અનુભવશો. સંતોષકારક લાભ મળવાના યોગ નથી. ઘણી મહેનતે આવક ઊભી થાય. સફળતા મેળવવા માટે અવરોધનું વાતાવરણ પાર કરવું પડશે. નોકરિયાત માટે આ સમય સાનુકૂળ જણાય છે. અંગત સમસયા હશે તો ઊકેલી શકશો. વિરોધીઓ પર વિજય મેળવવાના પ્રયાસો સફળ બનતાં જણાય.
સિંહ (મ,ટ)ઃ માનસિક અશાંતિ કે તાણમાંથી મુક્તિ મેળવવામાં સપ્તાહના ગ્રહયોગ મદદરૂપ બનશે. અલબત્ત કેટલીક અન્ય વ્યક્તિઓ સાથે માનસિક સંઘર્ષના પ્રસંગો સર્જાય. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. ખર્ચાઓ વધુ અને આવક ઓછી રહેતા પરિસ્થિતિ કપરી બનતી જણાશે. આવકનો નવો માર્ગ શોધવો પડશે. આ માટેના તમારા પ્રયત્નો સફળ પણ થશે. શેરસટ્ટા દ્વારા લાભ મળવાના યોગ નથી.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારું મનોબળ દૃઢ રાખીને તમારા આયોજન પ્રમાણે આગળ ચાલશો તો સફળતા મળવાનું નિશ્ચિત છે. મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડશે. જોકે વિશેષ લાભના યોગો ઓછા છે. ઉઘરાણીના નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. વેપાર-ધંધામાં અવરોધો જોવા પડે.
તુલા (ર,ત)ઃ મનોસ્થિતિ ગૂંચવાયેલી તથા મૂંઝવણભરી રહેશે. જોકે તમારી મૂંઝવણ કાલ્પનિક વધુ હશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સાનુકૂળ અને સફળ નીવડશે. આગામી ખર્ચાઓ માટેની જોગવાઈઓ કરી શકશો. લોન-કરજ-ખર્ચાઓ માટેની વ્યવસ્થા કરી શકશો. નોકરી અંગેની સમસ્યાઓનો ઉકેલ આવશે. બદલી-બઢતી આડેના અંતરાય દૂર થાય. ધંધા-વેપારના ક્ષેત્રે વિકાસ-વૃદ્ધિના યોગ છે. અલબત્ત, આ વિકાસ ધીમો જણાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. ધીરજથી કામ લેશો તો કશો વાંધો આવશે નહીં. અશાંતિ પણ વર્તાશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેવો છે. સાચવીને ખર્ચ કરવો જરૂરી છે. આંધળા સાહસ કરશો તો નુકસાનનો ફટકો ખમવો પડશે. નોકરી-ધંધા અંગે તમે કોઈ સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને વેપાર ધીમો જણાશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં તમારા અકારણ ક્રોધને અટકાવજો. વિવાદોથી દૂર રહો તે જ યોગ્ય છે. તમારી આર્થિક સ્થિતિને સુધારવા માટે કાર્યશીલ બનવું પડશે. નવું મૂડીરોકાણ કરતાં પહેલાં બે વખત વિચાર કરવો જરૂરી છે. તમારી ઉઘરાણી ફસાતી જણાય. નોકરી-ધંધા માટે સમય સાનુકૂળ જણાય છે. વિકાસના માર્ગ પર તમે આગળ વધી શકશો. વેપાર-ધંધાની દૃષ્ટિએ આ સમય નવીન તકો સર્જી આપનાર છે.
મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન તમારી મનોદશા વિષાદભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ વધુ થશે. નાણાંકીય પ્રવૃત્તિઓનો વિકાસ થશે. પૂર્વનિર્ધારિત આયોજનમાં સફળ થશો. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક અણધારી સમસ્યાઓ સર્જાશે. જોકે ઘનિષ્ઠ પ્રયાસો થકી તેનો ઉકેલ પણ મેળવી શકશો. નોકરિયાત હો તો ધીરજ અને શાંતિ જાળવવાની સલાહ છે. પૈતૃક સંપત્તિ અંગેના કોઈ દાવા વિવાદો હશે તો હજુ તણાવ રહેશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તબિયતના કારણે અસ્વસ્થતા જણાય. ખોટી અને કાલ્પનિક ચિંતા પણ જોવા મળશે. માનસિક ભારણ વધતું જણાય. સપ્તાહ દરમિયાન મનની મુરાદ મનમાં રહેતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ મળતું જણાશે. નાણાંકીય રીતે સમય કટોકટીભર્યો જોવા મળે. આર્થિક કાર્યોમાં અંતરાયો જોવા મળશે. નોકરિયાતોને યથાવત્ સ્થિતિ જણાશે. વેપાર-ધંધામાં ધાર્યું પરિણામ મળવાના સંજોગ નથી.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળો પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરાં કામકાજો પૂરાં થશે. નવીન અને મહત્ત્વની કાર્યવાહીઓનો વિકાસ થશે. આ સમયમાં માનસિક પ્રસન્નતા જણાય. નિર્ધારિત કાર્યમાં સાનુકૂળ સંજોગો જણાય. નાણાંકીય મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધવાના યોગ છે. ઉઘરાણીની કામગીરી કરી શકશો. નોકરી-ધંધાની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાય. સાવચેતીથી ચાલશો તો સારો લાભ અવશ્ય મેળવશો.