સાપ્તાહિક રાશિભવિષ્ય

તા. ૩-૧-૨૦૧૫ થી ૯-૧-૨૦૧૫

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 31st December 2014 09:19 EST
 

વૃષભઃ ગુસ્સો અને લાગણીઓને કાબૂમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ખોટી ગેરસમજના કારણે તથા વિષાદના પ્રસંગો આ રીતે હળવા કરી શકશો. આર્થિક પરિસ્થિતિ વધુ તંગ કે મુશ્કેલીરૂપ ન બને તે માટે હવે વધુ જાગૃત બનજો. ખોટા ખર્ચ થવા દેશો નહીં. ધીરજપુર્વક પુરુષાર્થ કરશો તો સમસ્યાઓ વધુ હલ થશે. નોકરિયાતોના માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થવા લાગશે.
મિથુનઃ માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. નિષ્ફળતાથી ડગી જશો નહીં. તમારો પુરુષાર્થ જારી રાખીને વ્યવસ્થિત ચાલશો તો પ્રતિકૂળ સંજોગો સાનુકૂળ બની જશે. નાણાંકીય દૃષ્ટિએ તકલીફો જણાશે, જેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ માટેની જરૂરી આર્થિક વ્યવસ્થાઓ કરી શકશો. મિત્ર કે સ્વજન ઉપયોગી બનશે. આ સમયમાં નોકરિયાતોને કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે.
કર્કઃ આ સપ્તાહમાં તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતા માનસિક અશાંતિ અને અંજપો જણાશે. મનને શાંત અને સ્વસ્થ રાખવા પ્રયત્ન કરજો. નાણાંકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે, પરંતુ ખોટા ખર્ચ-વ્યસનને કારણે સ્થિતિ યથાવત રહેશે. પૂર્વનિર્ધારિત કામકાજમાં સરળતા રહેશે. નાણાંભીડ તીવ્ર બનતી લાગે. તેને પહોંચી વળવાના પ્રયત્નો ચાલુ રાખજો. નોકરિયાત વર્ગે હિતશત્રુથી સાવધ રહેવું જરૂરી છે.
સિંહઃ સપ્તાહ દરમિયાન માનસિક બોજ રહેશે. અન્ય સાથે ઘર્ષણ કે વાદવિવાદમાં નહીં ઉતરો તો શાંતિ જળવાશે. ઉત્પાત-અંજપાની લાગણી અનુભવાશે. વધુ પડતા ખર્ચના કારણે તેમ જ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખર્ચનો અનુભવ થશે. ધારી આવક થાય નહીં. એકાદ-બે લાભ આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાય. નોકરિયાતને કેટલીક મુશ્કેલીો હોવા છતાં કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી.
કન્યાઃ તમારા મનના આવેગો શાંત થતાં જણાશે. બેચેની-અસ્વસ્થતા દૂર થાય. આશાસ્પદ વાતાવરણ સર્જાતું જણાશે. અવરોધો દૂર થતાં જણાશે. નાણાંકીય મૂંઝવણના પ્રસંગો વખતે કોઈને કોઈ પ્રકારે ઉકેલ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. લાભની તકો પણ વધશે. સારા માર્ગે ખર્ચ થાય. નોકરિયાતો માટે રચનાત્મક અને સફળ કામગીરીની કદર થતી જણાશે. વિરોધીઓ દૂર થાય.
તુલાઃ ચિંતાઓ હળવી બનતી જોઈ શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસના પંથે પ્રયાણ કરશો. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આ સમયમાં નાણાંકીય મૂંઝવણનો ઉપાય મળશે અને કોઈની મદદથી તમારી ચિંતા દૂર થશે. વધુ પ્રયત્નોથી અવશ્ય સફળતા મળશે જ. અવરોધોને પાર કરી શકશો. જોકે નોકરિયાતને બઢતી-બદલીના પ્રશ્નો ગૂંચવાશે. નવું સ્થાન મળવામાં હજી સમય લાગશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે.
વૃશ્ચિકઃ આ સપ્તાહમાં તબિયત સાચવજો. અસ્વસ્થતાના કારણે ઘણા કામકાજો અટવાશે. પૂર્વનિર્ધારિત આયોજન પર પૂરતું ધ્યાન આપી શકાશે નહીં. તમે જે લાભની આશા રાખો છો તે મળવામાં હજુ વિલંબ થતો જણાશે. પ્રતિસ્પર્ધીઓ અને હરીફોના કારણે ચિંતા રહેશે. આ સમયમાં તમારી નાણાંકીય જવાબદારીઓ વધશે. નોકરી બદલવાના પ્રયત્નો સફળ થાય. વધુ પ્રગતિકારક સ્થાન મેળવી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની સફળતા મેળવશો.
ધનઃ તમારા અગત્યના પ્રશ્નો હલ કરવા માટે આ સપ્તાહ સાનુકૂળ જણાય છે. શારીરિક અને માનસિક ચિંતા દૂર થાય. અવરોધમાંથી માર્ગ મળશે. આર્થિક રીતે આ સમય ખર્ચાળ નીવડે. અણધાર્યા ખોટા ખર્ચ વધે. આવક-લાભ વધે. મહત્ત્વની વાતચીતો સફળ નીવડશે. નોકરિયાતોની મુશ્કેલીઓ હળવી થાય. વેપાર-ધંધાલક્ષી કામગીરી માટે સમય વિકાસ તરફ દોરી જનાર છે. ભાગીદારીના પ્રશ્નો હલ થતાં જણાય. દામ્પત્યજીવનમાં મનમેળ સર્જી શકશો.
મકરઃ મનોસ્થિતિ તંગ અને અશાંત જણાશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સુખદ અને સાનુકૂળ બનશે. ઉતાવળા થશો નહીં. આર્થિક સ્થિતિ મધ્યમ રહે તેથી વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી નવા ખર્ચાનો બોજ પણ વધશે. જરૂરિયાત પૂરતાં નાણાં ઊભા કરી શકશો. નોકરિયાતો માટે કેટલાંક વિઘ્નો જણાય છે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો.
કુંભઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. કાલ્પનિક ભય અને ચિંતા જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચાર છોડી દેવા જરૂરી છે. આ સમયમાં આર્થિક બાબતો અંગેની મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તક ઊભી થઈ શકશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આર્થિક આયોજન થશે. સપ્તાહમાં કેટલીક અગત્યની તકો મળશે.
મીનઃ ગ્રહયોગ દર્શાવે છે કે તમારા મહત્ત્વના કામકાજોમાં સાનુકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઊકેલી શકશો. માનસિક તાણ હળવી કરી શકશો. આવકની દૃષ્ટિએ સંજોગો પ્રતિકૂળ બનશે અને ધારેલા લાભ કે આવકના માર્ગો અટકતા જણાશે. અલબત્ત, તમારા જરૂરી કાર્યો માટેની જોગવાઈ થતાં રાહત મળશે. ઉઘરાણીના નાણાં  મળવામાં વિલંબ જણાય અને તેથી પરેશાની અનુભવવી પડશે. જમીન તથા મકાન મિલ્કતના પ્રશ્નો અંગે સમય સાનુકૂળ બનશે. અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે.


comments powered by Disqus