વિહંગાવલોકન - ૨૦૧૪ઃ રમતગમત

ફિફાઃ જર્મની ચેમ્પિયન, ડેવિસ કપમાં ઈંગ્લેન્ડે ૭૯ વર્ષ પછી અમેરિકાને હરાવ્યું

Wednesday 31st December 2014 08:45 EST
 

• આઇસીસીની ટેસ્ટ રેન્કિંગમાં રાજકોટનો ચેતેશ્વર પૂજારા પાંચમા ક્રમે
• ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે એશિઝ ટેસ્ટમાં વિજેતા
• નાદાલને હરાવી વાવરિન્કા ઓસ્ટ્રેલિયન ચેમ્પિયન
ફેબ્રુઆરી
• ડેવિસ કપમાં ઇંગ્લેન્ડે ૭૯ વર્ષ પછી અમેરિકાને હરાવ્યું
• યજમાન ન્યૂ ઝીલેન્ડ સામે વન-ડે ક્રિકેટ શ્રેણીમાં ભારતનો ૪-૦થી પરાજય
• ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ પદે એન. રામચંદ્રન ચૂંટાયા
• આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં ક્રિકેટ બોર્ડના ચેરમેન શ્રીનિવાસનના જમાઇ દોષિત
• ન્યૂ ઝીલેન્ડ સાથેની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીમાં ભારતની ૧-૦થી હાર
• ઇન્ડિયન પ્રીમિયર લીગ-૭ માટે કુલ ૧૫૪ ક્રિકેટર્સ રૂ. ૨૬૦ કરોડમાં ખરીદાયાઃ રૂ. ૧૪ કરોડનો કોન્ટ્રેક્ટ મેળવનાર યુવરાજ સિંહ સૌથી મોંઘો ખેલાડી બન્યો
માર્ચ
• એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર, સ્પર્ધામાંથી બહાર
• ક્રિકેટ વિશ્વના સૌથી સફળ કેપ્ટન સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી
• એશિયા કપની ફાઇનલ મેચમાં પાક.ને હરાવીને શ્રીલંકા ચેમ્પિયન
એપ્રિલ
• બહુચર્ચિત આઇપીએલ મેચ સ્પોટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમ કોર્ટની ઝાટકણીના પગલે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પદેથી શ્રીનિવાસને રાજીનામું આપ્યું, સુનિલ ગવાસ્કરને કાર્યભાર સોંપાયો
• સાઉથ આફ્રિકન ક્રિકેટર એશ્વેલ પ્રિન્સે નિવૃત્તિ જાહેર કરી
• ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતને છ વિકેટે હરાવી શ્રીલંકા ચેમ્પિયન
• વર્ષ ૨૦૦૫માં મોન્ટે કાર્લોમાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સની લોંગ જંપ ઇવેન્ટમાં ભારતની અંજુ બોબી જ્યોર્જ ગોલ્ડ મેડલ વિજેતા જાહેર, આ સાથે જ તે વર્લ્ડ એથ્લીટમાં ગોલ્ડ જીતનારી પ્રથમ ભારતીય બની
મે
• બ્રિટનની યુવા ટેનિસ સ્ટાર એલેના બાલ્ટચાનું કેન્સરથી નિધન
• આઇપીએલ સ્પોટ ફિક્સિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અને ૧૨ ક્રિકેટર સામે તપાસનો આદેશ આપ્યો
• ચેમ્પિયન્સ લીગમાં રિયલ મેડ્રિડ વિજેતા
જૂન
• ભારતીય ક્રિકેટ ટીમમાં નડિયાદના અક્ષર પટેલની પસંદગી
• આઇપીએલ-સાતની ફાઇનલ મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને હરાવીને કોલકાતા નાઇટ રાઇડર્સ બીજી વખત ચેમ્પિયન
• ફ્રેન્ચ ટેનિસ ઓપનઃ સ્પેનના નાદાલ અને રશિયાની મારિયા શારાપોવ સિંગલ ટાઇટલ્સમાં વિજેતા
• શ્રીલંકાએ વન-ડે ક્રિકેટ શ્રેણીમાં યજમાન ઇંગ્લેન્ડને ૩-૨થી હરાવ્યું
• ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ક્રિકેટ લેજન્ડ સચિન તેંડુલકરના માનમાં ૧૨ હજાર પાઉન્ડના મૂલ્યના સોનાના સિક્કા રીલીઝ કર્યા
• ૧૧૬ વર્ષીય એથ્લીટ ધર્મપાલ ગુજ્જરે રાષ્ટ્રીય સ્પર્ધામાં ૪૬.૭૪ સેકન્ડમાં ૨૦૦ મીટર અંતર કાપ્યું
જુલાઇ
• ભારત-પાકિસ્તાન વચ્ચે છ દ્વિ-પક્ષીય ક્રિકેટ શ્રેણી રમવા કરાર થયા
• ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન સુપર સિરીઝમાં ભારતની સાઇના નેહવાલ ચેમ્પિયન
• રોજર ફેડરરને હરાવીને વિમ્બલ્ડન ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સનું ટાઇટલ સર્બિયાના નોવાક જોકોવિચે જીત્યું, જ્યારે વિમેન્સ સિંગલ્સમાં ચેક રિપબ્લિકની પેટ્રા ક્વિટોવા વિજેતા
• ‘ફિફા’ વર્લ્ડ કપઃ આર્જેન્ટિનાને ૧-૦થી હરાવી જર્મની ચેમ્પિયન
• શ્રીલંકન ખેલાડી મહેલા જયવર્દનેની ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ
• ભારતીય ક્રિકેટ ટીમે ૨૮ વર્ષ બાદ ટેસ્ટ મેચમાં લોર્ડસમાં ઇંગ્લેન્ડને ૯૫ રને હરાવ્યું
• ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભઃ ૭૧ દેશ, ૪૫૦૦ ખેલાડી, ૨૬૧ મેડલ
ઓગસ્ટ
• સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર જેક્સ કાલિસની ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા
• વિખ્યાત બોક્સર મોહમ્મદ અલીનાં ગ્લોવ્ઝ ચાર લાખ ડોલરમાં લિલામ
• યજમાન ઇંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટ સિરિઝમાં ભારતને ૩-૧થી હરાવ્યુંઃ જોકે, વન-ડે સિરિઝમાં ભારતે ૩-૦થી ઇંગ્લેન્ડને હરાવ્યું
સપ્ટેમ્બર
• જાણીતી ટેનિસ ખેલાડી માર્ટિના નવરાતિલોવાએ પોતાની પ્રેમિકા જુલિયા લેમિગોવા સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો
• દિલ્હીનો ભૂતપૂર્વ ક્રિકેટર અજય શર્મા મેચ ફિક્સિંગના આરોપોમાંથી મુક્ત
• ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ યુએસ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમમાં મિક્સ ડબલ્સ સ્પર્ધાનું ટાઇટલ જીત્યું
ઓક્ટોબર
• ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની વન-ડે સિરીઝ ૩-૦થી જીતીને વન-ડે રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું
• વિશ્વના સૌથી ધનિક પાંચ ખેલાડીઓમાં ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને સ્થાન
• શાંઘાઇ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં સ્વિત્ઝર્લેન્ડના ફેડરર ચેમ્પિયન
નવેમ્બર
• ૨૦ વર્ષ પછી ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટ શ્રેણીમાં પાકિસ્તાનનો ૨-૦થી વિજય
• યજમાન ભારતે વન-ડે ક્રિકેટ શ્રેણીમાં શ્રીલંકાને ૩-૦થી હરાવ્યું, વન-ડે રેન્કિંગમાં ભારત નં.-૧
• કોલકાતામાં રોહિત શર્માએ શ્રીલંકા સામે ૨૬૪ રન ફટકારી વિશ્વવિક્રમ સર્જ્યો
• ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ સાઇના નેહવાલ-કિદાંબી શ્રીકાંતે ચાઇના ઓપન સુપર સિરીઝ પ્રીમિયર બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની ઇતિહાસ રચ્યો
• ભારતના વિશ્વનાથન આનંદને હરાવી નોર્વેના મેગ્નસ કાર્લસન વર્લ્ડ ચેસ ચેમ્પિયન
ડિસેમ્બર
• એક લિગ મેચ દરમિયાન માથામાં બાઉન્સર વાગતાં યુવાન ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ફિલિપ હ્યુજીસનું નિધનઃ ક્રિકેટજગતમાં આઘાત
• બ્રિટિશ ટેનિસ સ્ટાર એન્ડી મરેએ પ્રેમિકા સિયર્સ સાથે સગાઇની જાહેરાત કરી
• ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાના ૩૦ સંભવિતો જાહેરઃ જૂના ખેલાડી કપાયા
• મુંબઇનો સાત વર્ષીય દેવ શાહ વર્લ્ડ સ્કૂલ ચેસ ચેમ્પિયન
• આઇપીએલ ટીમે યુવરાજસિંહ અને મુરલી કાર્તિકને પડતા મુક્યા
• યજમાન શ્રીલંકાએ સાત વન-ડે મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડને ૪-૨ હરાવ્યું
• ટેસ્ટ ક્રિકેટ મેચની બંને ઇનિંગ્સ્માં સદી ફટાકારનાર વિરાટ કોહલી ભારતનો પ્રથમ કેપ્ટન બન્યો
• ભારતના મહેન્દ્રસિંહ ધોનીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી


comments powered by Disqus