સુરતઃ અમૃત ભારત યોજના હેઠળ દેશનાં 1300 રેલવે સ્ટેશન રિડેવલપ કરાશે. પહેલા તબક્કામાં 25 હજાર કરોડ રૂપિયામાં 508 રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે વીડિયો કોન્ફરન્સિંગ થકી આ કામગીરીની શરૂઆત કરાવી હતી. આવું અપગ્રેડેશન ગુજરાતમાં ગાંધીનગર અને મધ્યપ્રદેશમાં રાની કમલાપતિ સ્ટેશનમાં થઈ ગયું છે. મોદીએ કહ્યું કે, આ સ્ટેશનોને આગામી 30 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈ રહ્યાં છે.
ભારતે 9 વર્ષમાં દક્ષિણ આફ્રિકા, યુક્રેન, પોલેન્ડ, યુકે અને સ્વિડન જેવા દેશોના રેલ નેટવર્ક કરતાં વધુ રેલવેટ્રેક તૈયાર કર્યા હોવાનો દાવો કરવા સાથે મોદીએ કહ્યું હતું કે, સરકારે સ્ટેશનોને શહેર અને રાજ્યની ઓળખ સાથે જોડવા માટે ‘વન સ્ટેશન-વન પ્રોજક્ટ’ યોજના પણ શરૂ કરી છે.


