આણંદનો યુવાન ભારતીય સીમાદળમાં જજ એડવોકેટ જનરલ ઓફિસર

Wednesday 09th August 2023 06:57 EDT
 
 

આણંદઃ મૂળ આણંદના 23 વર્ષીય  યુવાન ઋતુરાજ ભાનુકુમાર પરમારે ભારતીય સશસ્ત્ર સીમા દળ દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ઉચ્ચ ગુણાંકે પાસ કરી, અને જ્યાં ગુજરાતીઓ ભાગ્યે જ જોવા મળે છે તે જજ એડવોકેટ જનરલની પ્રતિષ્ઠિત જગ્યા પર ઉત્તીર્ણ થઈ પરિવાર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઋતુરાજે ચેન્નાઈ ખાતે એક વર્ષની તાલીમ પૂર્ણ કરી લીધી છે. હવે  આ પદ માટે અનિવાર્ય એવી દેશના તમામ સૈનિકની જેમ જ દેશની સરહદ પર 18 મહિના સુધી સેવા બજાવી રહ્યા છે. આ સેવા પૂર્ણ થતાં ઋતુરાજ જજ એડવોકેટ જનરલ ઓફિસરનો પદભાર વિધિવત્ સંભાળશે. આ પદ માટે આકરી તાલીમનો આશય એ છે કે જ્યારે મળેલા પદ પર ફરજ બજાવવાની આવે ત્યારે વિપરીત પરિસ્થિતિ વચ્ચે કામ કરતા ભારતીય સૈનિકોના માનસિક અને શારીરિક સ્તરને સમજીને તે અધિકારી નિર્ણય લઈ શકે. 


comments powered by Disqus