ઈમરાનને ત્રણ વર્ષની કેદઃ પાંચ વર્ષનો રાજકીય પ્રતિબંધ

Wednesday 09th August 2023 08:10 EDT
 
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની મુશ્કેલી વધી ગઈ છે. જિલ્લા-સત્ર ન્યાયાલયે તોશાખાના કેસમાં ઇમરાન ખાનને દોષિત ઠેરવ્યા છે. આ કેસમાં તેમને ત્રણ વર્ષની સજા કરવામાં આવી છે અને પાંચ વર્ષ માટે તેમને રાજકારણ માટે અયોગ્ય ઘોષિત કરવામાં આવ્યા છે.
કહેવાય છે કે સજાની જાહેરાત બાદ ઇસ્લામાબાદ પોલીસે ઇમરાન ખાનની લાહોરથી ધરપકડ કરી હતી. દરમિયાનમાં પીટીઆઇએ લાહોર હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરીને ઇમરાનની ધરપકડ બંદૂકના નાળચે કરવામાં આવી હોવાનું જણાવ્યું સાથે તેમની સલામતી સુનિશ્ચિત કરવા માગણી કરી છે.
ઇસ્લામાબાદના એડિશનલ જજ હુમાયુ દિલાવરે ઇમરાન ખાનને એક લાખ રૂપિયાનો દંડ જાહેર કરવાનો આરોપ સાબિત થયો છે. અદાલતના આ નિર્ણય બાદ ઇસ્લામાબાદ પોલીસે પંજાબ પોલીસની મદદથી ઇમરાનની તેમના લાહોર સ્થિત ઘરેથી ધરપકડ કરી હતી તેમ તેમના પરિવારોએ જણાવ્યું હતું.
ધરપકડ પહેલાં ઇમરાનનો સંદેશ
ધરપકડ થયા પહેલાં ઇમરાન ખાને કહ્યું કે, મારી ધરપકડ અપેક્ષિત હતી અને મેં આ સંદેશ મારી ધરપકડ પહેલાં રેકોર્ડ કર્યો છે. આ લંડન યોજનાને પૂરી કરવાની દિશામાં વધુ એક પગલું છે, પરંતુ હું ઇચ્છું છું કે મારી પાર્ટીના કાર્યકર્તા શાંતિપૂર્ણ, દૃઢ અને મજબૂત રહે. આપણે કોઈ બીજાની સામે નહીં, બલકે અલ્લાહની સામે ઝૂકીએ છીએ. તેમણે કહ્યું કે, તમારે તમારા ઘરમાં છુપાઈને નથી બેસવાનું, જો તમે તમારા હક માટે ઊભા નહીં થાઓ, તો ગુલામોની જિંદગી જીવશો.


comments powered by Disqus