નવી દિલ્હીઃ ભારત તેમજ વિદેશોમાં ચીનનો પ્રચાર કરતા યુએસ ટેક મોગલ અમેરિકન અબજોપતિનો ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા પર્દાફાશ કરાતાં ભારત તેમજ અમેરિકા સહિતના દેશોમાં ચકચાર મચી છે. નેવિલ રોય સિંઘમ ભારત અને બ્રાઝિલમાં ન્યૂઝ સંસ્થા ચલાવે છે. સા. આફ્રિકામાં તે રાજકીય પાર્ટી ચલાવે છે. તેના દ્વારા ચીનનો ભારત તેમજ આખા વિશ્વમાં પ્રચાર કરાતો હોવાનું જણાયું છે.
સિંઘમ ભારત અને વિશ્વના અનેક દેશોમાં મલીન ઇરાદાઓ ધરાવતા ચીનનો પ્રચાર કરે છે અને અનેક મુદ્દે ચીનનો બચાવ કરે છે. ભારતમાં પણ તે પોતાની ન્યૂઝ ક્લિક નામની સંસ્થા ધરાવે છે અને ચીનના પ્રચાર માટે તેનો ઉપયોગ કરાતો હોવાનું જણાયું છે. ભારતમાં સિંઘમની કેટલાક લોકો સાથે સાઠગાંઠ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. સિંઘમ દ્વારા ફેડિંગ ન્યૂઝ ક્લિક નામની એજન્સીનો કોંગ્રેસ અને ચીન સાથેની સાઠગાંઠનો ભાંડો ફોડતાં સોમવારે સંસદમાં મામલો ગરમાયો છે.
કોંગ્રેસ ચીન સાથે મળીને દેશવિરોધી પ્રચાર કરતી હોવાનો અને ચાઇનીઝ ફંડ મેળવતી હોવાનો સંસદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં ચીની દૂતાવાસ દ્વારા રાજીવ ગાંધી ફાઉન્ડેશન, તિસ્તા શેતલવાડ અને ચીની દૂતાવાસને પણ મોટી રકમ આપવામાં આવી હોવાનું જણાવાયું છે.


