ચાલુ સિઝનમાં સારા વરસાદ બાદ ખેડૂતોએ પણ ગેલમાં આવીને કપાસ, મગફળીનું વાવેતર કર્યું છે. સારા વરસાદને લઈને રાજ્યમાં ખરીફ પાકના વાવેતરમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં 87 ટકા ખરીફ પાકનું વાવેતર થયું છે.
• ગુજરાતમાં સરેરાશ 28 ઇંચ વરસાદ: ગુજરાતમાં સારા વરસાદના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 27.50 ઈંચ સાથે સિઝનનો 80 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના 251 પૈકી 152 તાલુકામાં 20 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
• પ્રથમ માસમાં ગિફ્ટ નિફ્ટીમાં 57 અબજ ડોલરનું ટર્નઓવર: ગાંધીનગર ખાતે કાર્યરત્ ગિફ્ટ નિફ્ટીમાં કામકાજ શરૂ થયાના એક જ માસમાં 1.47 મિલિયન કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થવા સાથે 57 અબજ ડોલરથી વધુનું વિક્રમી ટર્નઓવર નોંધાવીને રેકોર્ડ સ્થપાયો છે.
• ગુજરાતમાં વધુ 8 નવી એરસ્ટ્રીપ શરૂ કરાશે: ગુજરાતમાં ટૂરિઝમ અને મેડિકલ ઇમર્જન્સીને સુદૃઢ બનાવવા 8 એરસ્ટ્રીપ શરૂ કરાશે. મહેસાણા, અમરેલી, માંડવી અને નવી અંકલેશ્વર, રાજપીપળા, રાજુલા, ધોરડો અને દાહોદ ખાતે એરસ્ટ્રીપ શરૂ કરાશે.
• અંગદાનની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાતને 5 એવોર્ડ: અંગદાન અને અંગ પ્રત્યારોપણની શ્રેષ્ઠ કામગીરી બદલ સમગ્ર દેશમાં ગુજરાતને 5 એવોર્ડ એનાયત થયા છે. ગુરુવારે નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય અંગદાન દિવસના કાર્યક્રમમાં માંડવિયાના હસ્તે ગુજરાતને વિવિધ પાંચ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.


