છ વર્ષનો મંત્ર ચાર મિનિટમાં શિવતાંડવ સ્તોત્રમ પૂર્ણ કરે છે

Wednesday 09th August 2023 06:43 EDT
 
 

હિંમતનગરઃ કેટલાંક બાળકોને મળેલી અદ્વિતીય સ્મરણ શક્તિનો પરિવારજનોને બાળપણથી જ અનુભવ થતો હોય છે. જેમાં સામાન્ય બાળકો મોબાઇલ સહિત નાની-મોટી રમતોમાં સમય પસાર કરતાં હોય છે, ત્યારે શિવતાંડવ સ્તોત્રમનું ચાર મિનિટમાં ગાન પૂરું કરતો અને ભગવત ગીતાના શ્લોક, હનુમાન ચાલીસા, ગાયત્રી ચાલીસા ગણેશ ચાલીસાના ખચકાટ વગર પાઠ કરતો હિંમતનગરનો 6 વર્ષનો મંત્ર પટેલ વિચક્ષણ પ્રતિભાને કારણે આકર્ષણનું કારણ બની રહ્યો છે.
સંસ્કૃત શ્લોકોનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ
હિંમતનગરનો છ વર્ષનો મંત્ર પટેલ મોટાઓને પણ શરમાવે તેવા સંસ્કૃતના કઠિન શ્લોકનું સ્પષ્ટ ઉચ્ચારણ સાથે જાપ કરે છે, તેમજ શિવતાંડવ સ્તોત્રમના શ્લોકોનું મુખપાઠ કરે છે. શિવતાંડવ સ્તોત્રમ શ્રીમદ્ ભગવત ગીતાના શ્લોક માટે વિશિષ્ટ તૈયારી કરવી પડતી હોય છે. સતત મુહાવરા બાદ જ શિવ તાંડવ સ્તોત્રમના શ્લોક કંઠસ્થ થઈ શકે છે. મંત્રએ વિશેષ કોઈ તૈયારી વિના બાળપણથી જ શ્રીમદ્ ભગવત ગીતા અને શિવતાંડવ કંઠસ્થ કર્યા છે.


comments powered by Disqus