નૂંહમાં હિંસાખોરી ડામવા 600 ઇમારતો પર બુલડોઝર ફેરવાયું

Wednesday 09th August 2023 07:34 EDT
 
 

ગુરુગ્રામઃ હરિયાણાના નૂંહમાં કોમી હિંસા ફાટી નીકળી હતી, જેની અસર બાદમાં ગુરુગ્રામ અને અન્ય નજીકના જિલ્લાઓમાં પણ જોવા મળી હતી. એવામાં હિંસામાં સામેલ હિંસાખોરોની સામે સરકારે મોટી કાર્યવાહી કરી છે. હિંસા બાદ અત્યાર સુધીમાં કુલ 600થી વધુ ઇમારતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. નૂહમાં જે હોટેલમાંથી પથ્થરમારો શરૂ થયો હતો અને હિંસા ભડકાવવાનું શરૂ થયું હતું તેના પર પણ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જે ઇમારતો તોડી પાડવામાં આવી તે ગેરકાયદે હતી.
હિંસા ભડકાવવામાં પાક.નો હાથ
નૂંહ હિંસામાં પાકિસ્તાનનું કનેક્શન સામે આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાની યુ-ટ્યૂબર ઝીશાન મુશ્તાકે ધાર્મિક યાત્રા પહેલાં ભડકાઉ વીડિયો પોસ્ટ કર્યા હતા. તેણે પાકિસ્તાની અહેસાન મેવાતીના નામે સો. મીડિયા એકાઉન્ટ રાખ્યું હતું. તેણે રાજસ્થાનના અલવરમાં તેનું લોકેશન જણાવ્યું હતું, જો કે તે ઇસ્લામાબાદ અને લાહોરથી વીડિયો પોસ્ટ કરતો હતો. ઝીશાને આ વીડિયો પાકિસ્તાન એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક દ્વારા અપલોડ કર્યો છે.


comments powered by Disqus