પોરબંદરના મહેર અગ્રણી સાજણભાઈ ઓડેદરાનું અવસાન

Wednesday 09th August 2023 06:33 EDT
 
 

પોરબંદરઃ મહેર સમાજના અગ્રણી અને અનેક સામાજિક-સેવાકીય સંસ્થાઓ સાથે સંક્ળાયેલા સાજણભાઈ આડેદરાનું 68 વર્ષની વયે અવસાન થતાં તેમના પરિવાર સહિત મહેર સમાજ સહિત પોરબંદરમાં ભારે શોક છવાયો છે. તેમના ફોર્મહાઉસ ખાતે વૃક્ષોનું ટ્રીમિંગ કર્યા બાદ અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો હતો. સાજણભાઈ વર્ષોથી મહેર સુપ્રીમ કાઉન્સિલ સાથે જોડાયેલા હતા અને વર્ષોથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલમાં એડવાઇઝરી કમિટીના પ્રમુખ, ઇન્ટરનેશનલ ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા હતા.


comments powered by Disqus