ભારતમાં રિસર્ચ થશે તો દવાઓ સસ્તી થશેઃ માંડવિયા

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 09th August 2023 06:39 EDT
 
 

આઇઆઇએમ-એમાં પહેલી હેલ્થકેર સમિટમાં કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, ભારતમાં રિસર્ચ થશે તો લોકોને સસ્તી દવાઓ મળશે.

• વિદેશી પ્રવાસીઓની દૃષ્ટિએ ગુજરાત પ્રથમઃ કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયે ઇન્ડિયા ટૂરિઝમ સ્ટેટિસ્ટિક્સ- 2023ના અહેવાલ મુજબ વર્ષ 2022માં 1.78 મિલિયન વિદેશી પ્રવાસીઓ સાથે ગુજરાત પ્રથમ રહ્યું છે.

• આઇઆઇએમ-અમદાવાદ 51મા રેન્કે: આઇઆઇએમ બિલ-2023 લોકસભામાં રજૂ કરાયું. ઘણા તજજ્ઞોને લાગ્યું કે ગ્લોબલ રેન્કિંગમાં આઇઆઇએમ-અમદાવાદનું સ્તર સતત ઘટ્યું છે. બે વર્ષમાં ગ્લોબલ રેન્કિંગમાં આઇઆઇએમ-એ 51મા સ્થાને ફેંકાઈ ગઈ છે.


comments powered by Disqus