મણિપુર હિંસા અંગે સીબીઆઇ પર સુપ્રીમની સીધી નજર

Wednesday 09th August 2023 07:30 EDT
 
 

નવી દિલ્હીઃ મણિપુરમાં બે મહિનાથી વધુ સમયથી હિંસા ફાટી નીકળી છે. જેની સુપ્રીમ કોર્ટે પણ નોંધ લીધી છે અને તપાસ માટે કમિટીની રચના કરી છે. કમિટીમાં હાઇકોર્ટનાં ત્રણ પૂર્વ મહિલા ન્યાયાધીશોને સામેલ કરવામાં આવ્યાં છે, જેઓ મણિપુર જઈને રાહત કેમ્પોની મુલાકાત લેશે. આ ઉપરાંત કમિટી હિંસાની વિવિધ ઘટનાની પણ તપાસ કરશે, જેમાં સરકાર તરફથી શું પગલાં લેવાયાં તેનો પણ સમાવેશ કરાયો છે. જો કે કમિટી સીબીઆઇ અને પોલીસથી અલગ પોતાની રીતે તપાસ કરશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે જણાવ્યું હતું કે, અમે સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, કોઈપણ નાની ભૂલ મોટી અસર પાડી શકે છે..


comments powered by Disqus