અમદાવાદઃ ગુજરાતના સરહદી કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી બે વર્ષમાં જ 3114 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સની ઘૂસણખોરી અંગે રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આ વિગતો જાહેર કરાઈ હતી. આ જથ્થો અંદાજે 21 હજાર કરોડનો હોવાનું મનાઈ રહ્યું છે. મુન્દ્રા પોર્ટ પરથી 17 સપ્ટેમ્બર 2021ના રોજ ડીઆરઆઈએ 999 કિલો હેરોઇન, 19 સપ્ટેમ્બર 2021એ 988 કિલો હેરોઇન, 25 મે 2022એ 53 કિલો કોકેઇન, 12 જુલાઈએ એટીએસએ મુન્દ્રા પોર્ટ પર 75.300 કિલો ગ્રામ હેરોઇન મળી બે વર્ષમાં કુલ 3114 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલય મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારોની વિવિધ એજન્સીઓ સંકલિત કામગીરી કરીને ડ્રગ્સને અંકુશમાં લેવા પ્રયત્નશીલ છે.


