વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન તૂટી પડતાં એકનું મોત

Wednesday 09th August 2023 06:52 EDT
 
 

વડોદરાઃ કરજણના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતાં 9 શ્રમજીવી દબાયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું, જ્યારે અન્ય 8 ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ક્રેન બુલેટ ટ્રેનની સાઇટ પર 1100 ટનની ગર્ડર મૂકી પરત ફરી રહી હતી, ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી.
વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ગુરુવારે શ્રમજીવીઓ ક્રેન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા, આ દરમિયાન ક્રેન તૂટી પડતાં 9 શ્રમજીવી દબાઈ ગયા હતા.


comments powered by Disqus