સુરતઃ સુરત માત્ર હીરાની ચમકથી જ અવ્વલ નથી, પણ સર્વજન હિતાયને ચરિતાર્થ કરતાં અંગદાનમાં પણ દેશમાં અવ્વલ છે. ડિસેમ્બર 2014થી અત્યાર સુધીમાં સુરતમાં 1289 અંગનું દાન કરાયું છે. સિવિલે અંગદાનમાં દિલ્હીની એઇમ્સને પણ પાછળ છોડી દીધી છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 9 મહિનામાં 39 લોકોનાં 133 અંગોનું દાન કરવામાં આવ્યું હતું, જેમાં 74 કિડનીનું પણ દાન કરાયું છે. જ્યારે દિલ્હી એઇમ્સમાં 9 મહિનામાં માત્ર 10 લોકોનાં અંગોનું દાન કરાયું હતું.
સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર 23 ઓક્ટોબર 2022થી 5 ઓગસ્ટ 2023 સુધી કુલ 39 લોકોએ અંગદાન કર્યું હતું, જ્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 9 મહિનામાં 31 અંગનું દાન કરવામાં આવ્યું હતું.


