સુરતથી પોસ્ટ વિભાગ રોજ દેશના ખૂણેખૂણે પહોંચાડે છે 10 લાખ તિરંગા

Wednesday 09th August 2023 06:51 EDT
 
 

સુરતઃ ટેક્સટાઇલ સિટી સુરતમાં હાલ સ્વતંત્રતા પર્વને લઈ તડામાર તૈયારી ચાલી રહી છે અને કરોડોની સંખ્યામાં ઉદ્યોગકારો તિરંગા બનાવી રહ્યા છે, જે દેશના ખૂણેખૂણે જશે. માત્ર ટેક્સટાઇલ ઉદ્યોગ જ આ કાર્ય માટે કાર્યરત્ નથી, પરંતુ પોસ્ટ વિભાગ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુરત શહેર પોસ્ટ ઓફિસ દ્વારા દરરોજ 10 લાખ તિરંગા અન્ય રાજ્યોમાં મોકલાય છે.
કેન્દ્રીય કાપડ મંત્રાલય દ્વારા પણ દરેક શહેર સુધી તિરંગા પહોંચી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જેની જવાબદારી ટેક્સટાઇલ સિટી સુરતને સોંપાઈ છે. પાંડેસરા, સચિન, ઇચ્છાપોર સહિત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હાલ તિરંગા તૈયાર કરવામાં આવી રહ્યા છ. અહીં એક કરોડથી પણ વધુ તિરંગા તૈયાર કરાઈ રહ્યા છે, જેને મોકલવાની જવાબદારી પોસ્ટ વિભાગને અપાઈ છે. સુરત પોસ્ટ વિભાગ દેશનો એકમાત્ર એવો પોસ્ટ વિભાગ છે જે દૈનિક દસ લાખથી પણ વધુ તિરંગા પહોંચાડી રહ્યો છે. પોસ્ટ વિભાગના સુરત ડિવિઝનના ડીએસપીઓએ કહ્યું કે, કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રાલયના ધારાધોરણ મુજબ તિરંગાના પેકિંગથી લઈ પહોંચાડવાની જવાબદારી પોસ્ટ વિભાગને સોંપાઈ છે.


comments powered by Disqus