ભુજઃ કચ્છના પૂર્વ કલેક્ટર આઇએએસ પ્રદીપ શર્માએ વેલસ્પન ઇન્ડિયા લિ. તથા જિંદાલ સો પાઇપ્સ કંપનીને સત્તામર્યાદાની બહાર અને ધારાધોરણથી ઉપરવટ જઈને સરકારી જમીન નીચી કિંમતે વેચવા મુદ્દે શર્મા જેલવાસમાં છે. આ દરમિયાન જેલમાં પ્રદીપ શર્મા પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જે મામલે ભુજની ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટની કોર્ટે પ્રદીપ શર્માને 1 મહિનાની કેદની સજા તથા રૂ. 200નો દંડ ફટકાર્યો હતો.


