એશિયાટિક સિંહોની વસતી 700ને પાર

સંક્ષિપ્ત સમાચાર

Tuesday 15th August 2023 17:09 EDT
 
 

ગુજરાતમાં એશિયાટીક સિંહોની વસતી 700ને પાર પહોંચી છે. ત્રણ વર્ષમાં 366 સિંહોનાં મોત થયાં છે. સાથે સાથે જન્મનો આંકડો પણ વધ્યો છે.

• નિવૃત્ત રમતવીરોને મળશે પેન્શનઃ ગુજરાતના નિવૃત્ત રમતવીરોને રાજ્ય સરકાર દરમહિને રૂ. 3 હજારનું પેન્શન આપશે, જેના લાભ લેવા માટે રમતવીરોએ અરજી કરવાની રહેશે.

• કેદારનાથમાં 4 ગુજરાતી યાત્રીનાં નિધનઃ કેદારનાથ યાત્રા માર્ગ પર ભૂસ્ખલનના કારણે કારમાં દબાઈ જતાં 4 ગુજરાતી તીર્થયાત્રીનાં મૃત્યુ થયાં છે. હરિદ્વારના યુવાનનું પણ મોત થયું છે.

• અમદાવાદ એરપોર્ટ વ્યસ્તતામાં સાતમા ક્રમેઃ સરદાર પટેલ એરપોર્ટ વ્યસ્તતાની દૃષ્ટિએ દેશમાં સાતમા ક્રમે આવી ગયું. અહીં રોજ 8.40 લાખ મુસાફરોની અવર-જવર છે.
• એન્ટિગુઆથી ગુમ 9 લોકોને શોધવા અરજીઃ ગુજરાતના 9 લોકો ડોમેનિકાથી એન્ટિગુઆ ફરવા ગયા હતા. ત્યાંથી ગુમ થતાં પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

• અમદાવાદથી 7, વડોદરાથી 4 હવાઈસેવાઓ શરૂ થશેઃ સિવિલ એવિએશન વિભાગે અમદાવાદથી નવી સાત અને વડોદરાથી નવી 4 હવાઇસેવા વધારવા માટે તૈયારી કરી છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી શકે છે.

• રૂ.1,113 કરોડના રોકાણ માટે એમઓયુઃ મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રૂ.1,113 કરોડના રોકાણ સંદર્ભે ચાર ઔદ્યોગિક એકમો સાથે કરાર કરવામાં આવ્યા છે.

• રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ-2 ગુજરાતથીઃ રાહુલ ગાંધીની બીજા તબક્કાની ‘ભારત જોડો યાત્રા’નો ગુજરાતથી પ્રારંભ કરાશે, જે મેઘાલય સુધીના રાજ્યોને આવરી લેશે.

• મહિલા ધારાસભ્યોને વિશેષ ગ્રાન્ટઃ ભૂપેન્‍દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે નિયમિત ગ્રાન્‍ટમાં રૂ.1.25 કરોડ વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે.

• 5 વર્ષમાં 19.03 લાખ બેરોજગારોઃ ગુજરાતમાં 19.03 બેરોજગારોએ રોજગાર કચેરીમાં નોંધણી કરાવી. જે પૈકી 17.26 લાખ શિક્ષિત બેરોજગાર, 1.76 લાખ અર્ધશિક્ષિત બેરોજગાર છે.

• ઓલિમ્પિક- 2036 માટે ત્રણ હજાર મકાનોનું ગામ બનશેઃ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સ માટે અમદાવાદમાં ત્રણ હજાર મકાનો સાથે નવુ ગામ ઊભું કરાશે.

• તથ્યનું ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમી રદઃ ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી નાખનારા રીઢા ગુનેગાર તથ્ય પ્રજ્ઞેશ પટેલનું ડ્રાઇવિંગ લાઇસન્સ આરટીઓ દ્વારા કાયમી રદ કરી દેવાયું છે. અમદાવાદની આરટીઓમાં કાયમી લાઇસન્સ રદ કરવાનો પ્રથમ કિસ્સો છે.


comments powered by Disqus