કંડલામાં વિશ્વના પ્રથમ નેનો ડીએપી પ્લાન્ટનું ખાતમુહૂર્ત

Tuesday 15th August 2023 17:00 EDT
 
 

ભુજઃ કેન્દ્રીય ગૃહમંત્રી તથા સહકાર મંત્રી અમિત શાહે ગાંધીધામ- કંડલામાં ઇફ્કો ખાતે રૂ. 350 કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ નેનો ડીએપી (પ્રવાહી) પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો. પ્લાન્ટના શિલાન્યાસ બાદ શાહે જણાવ્યું કે, ઇફકોના નવા પ્રવાહી ખાતરથી ખેડૂતોને તથા ખેતીક્ષેત્રને ફાયદા થશે.
લખપત તાલુકાના કોટેશ્વર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે બોર્ડર સિક્યોરિટી ફોર્સ કોટેશ્વર મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચીડિયા મોડ- બીઆર બેટ લિન્ક રોડ તેમજ 1164 બીઓપી ખાતે નવનિર્મિત અત્યાધુનિક ઓપી ટાવરનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus