કાંકરેજમાં રેલવેબ્રિજના પિલ્લરના સળિયા ખૂલ્યા

Tuesday 15th August 2023 16:54 EDT
 
 

શિહોરીઃ કાંકરેજના કંબોઆ-ઉંબરી વચ્ચે 5 વર્ષ પૂર્વે રેલવે બ્રિજ બનાવવામાં આવ્યો હતો, ત્યારે રેલવે બ્રિજની નીચે જમીન પર બનાવેલા પાયામાં સિમેન્ટના બદલે માટી અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. જેને લઈ રેલવે ટેકનિકલ વિભાગની ટીમે બુધવારે દોડી આવી સરવે કામગીરી હાથ ધરી હતી. બનાસ નદીમાં 2019માં આ બ્રિજ બંધાયા બાદ પાટણ-ભીલડી રેલવે લાઇન ચાલુ કરવામાં આવી હતી. આ બ્રિજ 12 કોઠી પર ઊભો કરાયો છે. જેમાં એક કોઠીમાં સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચરના 9 પિલ્લર છે. નદીનાં પાણી ઓસરતાં હવે કેટલાક પિલ્લરમાં સિમેન્ટના બદલે માટી દેખાતાં રેલવે ટેકનિકલ વિભાગની ટીમ બુધવારે દોડી આવી હતી.
પાટણ-ભીલડી રેલવે લાઇન પર રોજની 20થી વધુ ટ્રેનો પસાર થાય છે, જેમાં માલવાહક અને પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે. સામાન્ય લાપરવાહી પણ ગંભીર ઘટનાને જનમ આપી શકે છે, ત્યારે હાલમાં જ્યાં સળિયા બહાર દેખાતા હતા તે જગ્યાને તંત્ર દ્વારા પૂરી દેવામાં આવી છે.


comments powered by Disqus