કૃષિમંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજી ભૂલમાં દેશી દારૂ પી ગયા

Tuesday 15th August 2023 15:38 EDT
 
 

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલની હાજરીમાં કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂજામાં દેશી દારૂથી ધરતીમાતાને અભિષેક કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ કાર્યક્રમમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજી દેશી દારૂ પી ગયા હતા.
રાઘવજી પટેલે કહ્યું કે, મને પરંપરાનું જ્ઞાન નથી. પહેલી વખત આવ્યો છું, એટલે એને ચરણામૃત સમજ્યો હતો, પરંતુ ધરતીમાતાને અર્પણ કરવાનું હોવાનો ખ્યાલ નહોતો.


comments powered by Disqus