જખૌના ખિદરત બેટ નજીક ચરસનાં વધુ 10 પેકેટ મળ્યાં

Tuesday 15th August 2023 17:05 EDT
 
 

જખૌઃ અબડાસા તાલુકાના જખૌ નજીક આવેલા ખિદરત બેટ નજીક ફરી એક વખત ચરસનાં 10 પેકેટ મળી આવતાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છના દરિયામાં ભરતી હોય ત્યારે વહેણ સાથે દરિયામાંથી જ અફઘાન બનાવટનાં ચરસનાં પેકેટ તરતાં મૂકી દેવાય છે. આ પ્રકારે કચ્છના જખૌ આસપાસના બેટ વિસ્તારોમાં પહોંચી ચૂકેલાં ચરસનાં 40 પેકેટ્સ અત્યાર સુધી હાથ લાગ્યાં છે.
બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન ખિદરત બેટ ટાપુ પાસે ચરસનાં 1 કિલોગ્રામનાં 10 પેકેટ મળ્યાં છે.


comments powered by Disqus